Patidar Reservation: Hardik Patel Going Gandhinagar For Voice Spectrography Test સુરતઃ હાર્દિક પટેલને ગાંધીનગર લઇ જવાશે, રાત્રે અજાણ્યા સ્થળે પોલીસે નવડાવ્યો

સુરતઃ હાર્દિક પટેલને ગાંધીનગર લઇ જવાશે, રાત્રે અજાણ્યા સ્થળે પોલીસે નવડાવ્યોસુરતઃ રાજદ્રોહના ગુનાના આરોપસર રીમાન્ડ મળ્યા બાદ હાર્દિકને હવે વૉઇસ સ્પેકટ્રોગ્રાફી માટે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ જવામાં આવનાર છે. ગતરોજ રીમાન્ડના મુદ્દા દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આથી તેના વૉઇસનું સેમ્પલ મેળવવું જરૂરી થઈ ગયું છે. અવાજ હાર્દિકનો જ છે એ ટ્રાયલ સમયે પણ એક મહત્વના પુરાવા તરીકે કામ લાગશે એ પ્રકારની દલીલ પણ કોર્ટમાં થઈ હતી. 
 
દરમિયાન ગત રાત્રે જ હાર્દિકને અજાણ્યા સ્થળે નવડાવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે ન્હાવા નહીં દીધો હોવાની કેફિયત પણ ગતરોજ ભરચક કોર્ટમાં રજૂ થઈ હતી. જેથી તેની ડિમાન્ડને પૂરી કરવા રાત્રે જ નવડાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 18મીના રોજ હાર્દિક રાજકોટમાં જેવો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ નિહાળવા પહોંચે કે તરત જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી ત્યારબાદ તે જામીન પર છુટ્યો હતો પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને હજીરા પોલીસ મથકમાં બેસાડી રાખ્યો હતો ત્યારબાદ સીધો તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 
 
હાર્દિક પટેલના રિમાન્ડ 23મીના સાંજે ચાર વાગ્યા સુધીના છે એટલે ત્યાં સુધી તેની વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરાવવી જરૂરી છે. રિમાન્ડના મુદ્દામાં પણ આ અંગેનો ઉલ્લેખ હતો. જો કે, પોલીસે ગતરોજ માત્ર સાત દિવસના રિમાન્ડ માગતા અનેકને આશ્ચર્ય પણ થયું હતું.

Comments