ગુજરાતના પટેલ સમુદાય દ્વારા કરવામાં આવી રહેલી અનામતની માગણીને વિદેશમાં વસતા પટેલોનો ટેકો મળી રહ્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં રહેતા પટેલો તેમના સમર્થનમાં આગળ આવ્યા છે. 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં પટેલો પર જે દમન ગુજારવામાં આવ્યું તેનાથી તેઓ નારાજ છે. ફિલાડેલ્ફિયામાં રહેનારા તેજસ બખિયાએ એક અંગ્રેજી સમાચારપત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં વસતા પાટીદાર સમુદાયના લોકો પીએમ મોદીને પૂછવા માગીએ છીએ કે, શું સરકારને એવો અધિકાર છે કે, તેઓ અમારા પર શૂટઆઉટ કરે? તેઓ કાશ્મીરમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવનારા લોકો વિરુદ્ધ આવી કાર્યવાહી કેમ નથી કરતા? તેમણે આગળ જણાવ્યું હતું કે, મોદીના મેડિસન સ્ક્વેર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પટેલ સમુદાયે 3 મિલિયન ડોલર એકઠા કર્યા હતા, જેમાંથી ઘણા નાણા હજુ પણ બચ્યા છે તે અમને પાછા આપી દેવામાં આવે. અમને અમારા નાણા પાછા જોઇએ છે. અમે અમારા ભાઈઓને કહીશું કે, 31 ઓક્ટોબર એટલે કે, સરદાર પટેલની જન્મજયંતી બાદ ટેક્સ ભરવાનું બંધ કરી દે.
Comments
Post a Comment