શિવસેનાએ UNને પત્ર લખવા માટે આઝમ ખાનને કહ્યા દેશદ્રોહી

દાદરી કાંડને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સામે લાવનાર ઉત્તર પ્રદેશના શહર વિકાસ મંત્રી આઝમ ખાન ઉપર શિવસેના ભડકી ગઈ છે. પાર્ટીના પોતાના મુખપત્ર સામના થકી આઝમ ખાન ઉપર જોરાદાર પ્રહારો કર્યા છે. શિવસેનાએ આઝમ ખાનને દેશદ્રોહી ગણાવ્યા હતા.

સામનામાં પાર્ટીએ લખ્યું છે કે, આઝમ ખાન એક નાપાક માણસની જેમ ઘરના વિવાદને બહાર લઈ જઈને હિન્દુસ્તાનના આબરૂના ધજાગરા ઉડાવવાનું કામ કર્યું છે. આઝમ ખાનને રાજીનામું આપવું જોઈએ અથવા તો મુલાયમમાં દેશભક્તિ બચી હોય તો આઝમનું રાજીનામું માંગી લે.

વધુમાં લખ્યા પ્રમાણે આઝમે એક પત્ર લખીને યુનો અટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં માંગણી કરી હતી કે, મુસ્લિમોની દુર્દશા ઉપર તે ધ્યાન આપે. આ એક પ્રકારનો દેશદ્રોહ છે અને આઝમે દેશના કોઇપણ સંવેધાનિક પદ ઉપર રહેવાનો કોઈજ અધિકાર નથી. ચૂંટણીપંચે તેને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરે.

Comments