Video : વર્ષે 4.5 લાખ રૂ.થી ઓછી આવક ધરાવતા વર્ગ માટે CMનો રાહત પેકેજનો સુપરસ્ટ્રોક


Videoઅનામત આંદોલનમાં ઊઠેલી માગણીઓના નિરાકરણ માટે કાયદાની મર્યાદામાં રહીને તમામ વર્ગના ગરીબ-મધ્યમવર્ગના યુવાનો, વિદ્યાર્થીઓ માટે સરકારે તૈયાર કરેલું શૈક્ષણિક પેકેજ આજે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને સિદસર, શ્રી ખોડલધામ, કાગવડ, સમસ્ત પાટીદાર સમાજ સુરત એમ ચારેય સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે અન્ય તમામ સમાજ, વર્ગોમાંથી 200થી વધુ આગેવાનો ઉપસ્થિતિમાં સચિવાલયમાં રાજ્યકક્ષાના મંત્રીઓ માટે ફાળવાયેલા સ્વર્ણિમ સંકુલ-૨ના ભોંયતળિયે આ રાહત પેકેજની જાહેરાત થવાની છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સાંપ્રત સ્થિતિ, પાટીદાર સમાજ, ગુજરાત મોડલ અને અનામતના મૂળમાં રહેલા સમાનતાના સિદ્ધાંતને સ્પર્શતા વિષયોને આવરી લઈ સરકાર તરીકેની જવાબદારી સાથે પેકેજની જાહેરાત માટે સંબોધનની શરૂઆત કરી છે. આ સમગ્ર આયોજન અંગે બુધવારે કેબિનેટની બેઠક પછી મોડીરાત સુધી મુખ્યમંત્રી કાર્યલયથી લઈને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલની ઓફિસમાં મંત્રીઓ, અધિકારીઓ ભાજપ અને પાટીદાર આગેવાનોની આવનજાવનથી આખુ સચિવાલય ધમધમતું રહ્યું હતું. આનંદીબહેને આ પ્રસંગે મોટા રાહતપેકેજની જાહેરાત કરવાનું છું.
watch Video :- https://youtu.be/2vUBxdQK8cc
મુખ્યપ્રધાન આનંદીબહેનના વક્તવ્યમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના રાહતપેકેજના અંશો

    Image result for anandi patel announced sandesh
  • મેડિકલના વિદ્યાર્થીઓને પુસ્તકો પેટે એક વખત 10 હજાર રૂ., એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પાંચ હજાર રૂ. અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂ. આપવામાં આવશે.
  • આ તમામ ફાયદાઓ સાડાચાર લાખ રૂ. વાર્ષિકની આવકમર્યાદા ધરાવતા લોકોને મળશે
  • ખાનગી કોલેજોમાં મેરિટના આધારે સીટ ભરાશે
  • સ્વરોજગાર માટે એન્જિનિયરિંગ અને ડિપ્લોમાં ધારકો માટે 50 હજાર રૂ.થી માંડીને 10 લાખ રૂ. સુધીની લોન મળશે જેમાં ત્રણ વર્ષ સુધી 5 ટકા જેટલું જ વ્યાજ લાગશે
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓને મફતમાં પુસ્તકો અપાશે
  • સ્પર્ધાત્મક પરીક્ષા માટે જિલ્લા સ્તરે ટ્રેઇનિંગ સેન્ટરો ઉભા કરાશે
  • ગુજરાતમાં બિન અનામત વર્ગ માટે સરકારી નોકરીઓમાં 5 વર્ષની વયમર્યાદામાં વધારો
  • સરકારી અને ખાનગી કોલેજોના પ્રવેશ ફોર્મની ફી સરકાર એકસરખી નક્કી  કરશે
  • 12 સાયન્સમાં 90 પર્સેન્ટાઇલ લાવનાર બિન અનામત વર્ગનાને ખાનગી-સરકારી કોલેજોમાં 50 ટકા ફી અથવા 2 લાખ રૂ.ની સહાય
  • નવા ઉદ્યોગો આવશે તો દેશમાં નવી રોજગારીની મળશે
  • રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર વન
  • વાલીઓ અને વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીમાં આપે વધારે ધ્યાન
  • 80 ટકા જેટલા વિદ્યાર્થીઓને મળી છે રોજગારી
  • સરકારી મેડિકલ કોલેજમાં 100 ટકા સરકારી ક્વોટા
  • અમદાવાદ, વડોદરા અને કરમસદમાં 700 કરોડ રૂ.ના ખર્ચે ગુજરાત સરકાર વધારશે મેડિકલની સીટો
  • રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધશે
  • પીપીપી મોડલથી  સરકાર રાજ્યમાં સીટો વધારશે
  • રાજ્યમાં 55 જેટલી  ખાનગી અને સરકારી  યુનિવર્સિટીઓ કાર્યરત
  • તબીબી ક્ષેત્રમાં 15 વર્ષણાં 404 ટકાનો વધારો
  • વડાપ્રધાનના મોડલમાં આવું થાય ત્યારે ચિંતા થાય
  • છેલ્લા બે મહિનાથી આપણે તમામ પરેશાન હતા
  • પાછલા ચાલીસ વર્ષનું કામ થયું છે છેલ્લા 15 વર્ષમાં
  • અમે કશું ખોટું નથી કર્યું
  • અનામત આંદોલન ખોટી વ્યક્તિના હાથમાં
Watch Video : Video

Comments