પેટ્રોલમાં લીટરે 36 પૈસા અને ડીઝલમાં 87 પૈસાનો ભાવવધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવ આજ મધરાતથી જ લીટરે અનુક્રમે 36 પૈસા અને 87 પૈસાનો વધારો કરાયો છે. ભાવવધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ 61.06 અને ડીઝલ  46.80ના લીટર દીઠ ભાવે મળશે.
ઈન્ડિયન ઓઈલે 31 ઓક્ટોબરે પેટ્રોલના ભાવ લીટરે 50 પૈસા ઘટાડ્યા હતાં. જ્યારે ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો ન હતો. આમ આજના ભાવ વધારા સાથે વપરાશકારોને પેટ્રોલમાં લીટરે ફક્ત 14 પૈસાનો જ લાભ મળશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારો તથા બિહાર ચૂંટણીના પરિણામ પછી રૂપિયા સામે ડોલર મજબૂત થતાં પેટ્રોલની આયાત મોંઘી થઈ છે.

Comments