દેશને લોહીલુહાણ કરવા આતંકીઓને મળેલા 80 કરોડના ફંડિંગ વિશે થયો ચોંકાવનારો ખુલાસો

ભારતીય તપાસ અધિકારીઓએ પેરિસમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને ખુબ જ મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યું છે કે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનને છેલ્લા આઠ વર્ષોમાં પાકિસ્તાનમાંથી લગભગ 80 કરોડનું ફંડ મળ્યું છે. હિજબુલ મુજાહિદ્દીનને આ ફંડ ભારતમાં આતંકી ગતિવિધિઓના સંચાલન માટે પૂરુ પાડવામાં આવ્યું હતું.

એક અહેવાલ મુજબ એકવાર ફંડ ભારત પહોંચે ત્યારબાદ તેને સક્રિય આતંકવાદીઓ અને માર્યા ગયેલા આતંકવાદીના પરિવારજનોને મોકલી દેવાય છે. મુજાહિદ્દીનના આતંકીઓ આ ફંડનો ઉપયોગ મોબાઈલ કોમ્યુનિકેશન, આતંકીઓની સારવાર, હથિયાર, કપડા અને અન્ય મિલેટરીના સામાનોની ખરીદી તથા માર્યા ગયેલા આંતકીના પરિવારોની આર્થિક મદદ માટે કરે છે. અન્ય દેશોમાંથી પણ ફંડ ભેગુ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે થાય છે. 

એક સરકારી અધિકારીના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત વારંવાર કહે છે કે પાકિસ્તાન આઈએસઆઈની મદદથી આતંકીઓને તેમની જમીન ઉપર પ્રોત્સાહિત કરી રહ્યાં છે. પાકિસ્તાન 2008ના મુંબઈ આતંકી હુમલાના દોષિતો હિજબુલ મુજાહિદ્દીન અને લશ્કર એ તૈયબા જેવા આતંકી સંગઠનોને સપોર્ટ કરતું રહ્યું છે. આતંરરાષ્ટ્રીય સમુદાયના નેતાઓએ પાકિસ્તાન પાસે આ અંગે જવાબ માંગવો જોઈએ.

એફએટીએફના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં હિજબુલ મુજાહિદ્દીને પૈસા ટ્રાન્સફર કરવા માટે બેકિંગ સેક્ટરનો વ્યાપક સ્તરે ઉપયોગ થઈ રહ્યો છે. વર્ષ 1989થી હિજબુલ મુજાહિદ્દીન ભારતના જમ્મુ અને કાશ્મીરમાં તણાવની પરિસ્થિતિ ઊભી કરી રહ્યું છે. આ સંગઠનનું નેતૃત્વ પાકિસ્તાન સ્થિત સૈયદ સલાઉદ્દીન કરે છે. તે 2011ના દિલ્હી હાઈકોર્ટના વિસ્ફોટમાં પણ સામેલ હતો. જેમાં 17 લોકો માર્યા ગયા હતાં.

Comments