સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ, 8434 બેઠકો માટે ખરાખરીનો જંગ VIDEO


ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે. ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આજના દિવસ બાદ હવે ઉમેદવારોનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ ચૂંટણી પ્રચારમાં ઝડપ આવશે. 8434 બેઠકો માટે આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.

આ દરમિયાન મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધુ છે. કોંગ્રેસના ભારતીબેન પરમારે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે ભાજપ દ્વારા અપહરણ કરીને ધાકધમકી આપવામાં આવી હતી. આ બાજુ કોંગ્રેસનું પણ માનવું છે કે ભાજપની ધમકી બાદ ઉમેદવારે ફોર્મ પાછું ખેચ્યું છે. જો કે ભાજપે આ આરોપને ફગાવી દીધો હતો. આ બાજુ ભારતીબેને મિડિયામાં કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
Watch Video : Video

Comments