કાશ્મીર મુદ્દે આસિયાને નવાઝ શરીફનો પત્ર, એ જ જૂનો રાગ

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે અગતવાદી નેતા  આસિયા અન્દ્રાબી પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં શરીફે લખ્યું છે કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે 1947ના ઉપમહાદ્વિપના ભાગલા વિશેના નિયમો પ્રત્યે અડગ છે અને પોતાના વલણને વળગી રહ્યું છે.
આસિયાને ધન્યવાદ આપતાં શરીફે લખ્યું છેકે હું તમારી ભાવના અને વિચારો માટે તમારો આભાર માનું છું. અલ્લાહ મને તમારી અપેક્ષા પરિપૂર્ણ કરવાની શક્તિ આપે. તમે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર જે વિશ્વાસ મૂક્યો છે તેનાથી મને સંતોષ છે.
અગાઉ આસિયાએ લખેલા પત્ર સાથે સહમતી વ્યક્ત કરતાં પાકિસ્તાની વડા
પ્રધાને લખ્યું છે કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને ભૌગોલિક કે સીમા વિવાદ તરીકે જોતું નથી. આ વિવાદ 1947ના વિભાજનના અધુરા એજન્ડામાંથી ઉદભવ્યો છે.
ભાગવા સમયે એવા પ્રસ્તાવ રજૂ કરાયો હતો કે કાશ્મીરમાં રહેતી બહુમતી પ્રજાને પોતાના દેશની પસંદગી કરવાની સ્વતંત્રતા રહેશે અને આ મુદ્દાથી સમગ્ર દુનિયા વાકેફ છે. કારણ કે સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દાને અનેકવાર ઉઠાવવામાં આવ્યો છે.

Comments