રાજકોટ : એક એવી દુકાન કે જ્યાં વેચાય છે માત્ર ને માત્ર પાટીદાર ટીશર્ટ !

પાટીદાર અનામત આંદોલને પાટીદાર સમાજમાં એક નવો ઝણઝણાટ ઉભો કરી દીધો છે. ખાસ કરીને પાટીદાર યુવાનોમાં એકતાનો શુર વધ્યો છે. રાજ્યમાં પોલીસ કેસોની થયેલી હારમાળા અને ર્હાિદક પટેલની ધરપકડ બાદ હળવા પડી ગયેલા, વિરોધ, આંદોલન અને સંગઠનને કોઈને કોઈ રીતે જીવંત રાખવા માટે રાજકોટમાં રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાન ધરાવતાં એક પાટીદાર યુવકને નવતર કિમીયો સુઝયો અને તેણે પોતાની દુકાનમાં શરૃ કર્યું છે માત્ર પાટીદાર ટી-શર્ટનું જ વેચાણ.

પાટીદાર બહુસંખ્યક વિસ્તાર એવા મવડી મેઈન રોડ પર તૈયાર કપડાની શ્રી નામે શોપ ધરાવતાં પ્રતિક પટેલના જણાવ્યા મુજબ સરકાર દ્વારા અનામતની માંગ કરનારા પાટીદાર સમાજના પુરૃષો, મહિલાઓ, યુવાનો અને કયાંક કયાંક તો બાળકો પર પણ અંગ્રેજો જેવો અત્યાચાર ગુજારાયો હતો. મવડી વિસ્તારમાં ઘણા એવા પાટીદાર પરિવારો છે કે, 
માત્ર પાટીદાર હોવાના કારણે જ જે તે સમયે પોલીસ દમનનો ભોગ બન્યા હતા. સરકારના ઈસારે પોલીસે કરેલા દમનથી આંદોલન ધીમું પડી જતાં પાટીદારોની એકતા કંઈ રીતે દેખાય તેવા ખ્યાલમાં જય સરદાર, જય પાટીદાર લખેલા ટી-શર્ટ બનાવવા અને આવા ટી-શર્ટ  સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાં વેચવાનો વિચાર સુઝયો હતો અને પંદરેક દિવસ પહેલાં સફેદ કલરના આવા ટી-શર્ટ તૈયાર કરાવ્યા હતા.

સમાજ એકતા માટેના વિચારમાં ટી-શર્ટ માત્ર પડતર કિંમતે જ હોલસેલ અને રિટેઈલ વેચાણ શરૃ કર્યું છે. અને અત્યાર સુધીમાં લોકલ બે હજારથી વધુ આવા ટી-શર્ટ વેચ્યા છે. હવે અમદાવાદ, મોરબી સહિતના સેન્ટરોમાંથી પણ આવા ટી-શર્ટની ડિમાન્ડ ઓર્ડરો મળવા લાગ્યા છે. આવા ટી-શર્ટ પહેરીને નીકળનાર યુવક પુછવું ન પડે મેળાયે જ ઓળખાઈ જાય કે પાટીદાર છે. ક્યાંય સામુહિક વિરોધ કે સામાજીક કાર્યક્રમ હોય એટલે આ ટી-શર્ટ પહેરીને જ અમે એકત્રિત થઈએ છીએ. તાજેતરમાં બિહારમાં ચુંટણીના પરિણામો સમયે  આ ટી-શર્ટ્સ પહેરીને આતશબાજી સાથે પાટીદાર એકતાં દેખાડાઈ હોવાનું અને ચુંટણીના દિવસે પણ આ ટી-શર્ટ પહેરીને નીકળવાની ગોઠવણ હોવાનું યુવકે જણાવ્યું હતું.

Comments