ફરી આવી રહ્યા છે ખુશી અને અર્ણવ, ક્યાં અને ક્યારે જાણવા કરો ક્લિક

સનાયા ઇરાની અને બરુન સોબતીની જોડીએ 'ઇસ પ્યાર કો કયા નામ દૂં'થી સારી એવી લોકપ્રિયતા મેળવી હતી. આ બંનેની જોડીએ સ્ટારપ્લસ પર દરેક શોને પાછળ મૂકયા હતા. આ જોડી ફરી એકવાર સાથે જોવા મળે એવા સંજોગો ઉભા થયાછે. આ બંનેની તકરાર અને રોમાન્સનો તડકો જામશે. 'ઇસ પ્યાર કો કયા નામ દૂં શો'ની નવી સિઝન હોટસ્ટાર પર રિલીઝ કરવાનો નિર્ણય નિર્માણ કંપનીએ લીધો છે. શોને મળેલા સકારાત્મક આવકાર બાદ હવે ફરી એકવાર સનાયા અને બરુનનો જાદુ પાથરવા માટે સજ્જ છે.
બરુન સોબતી અને સનાયા ઇરાની ટીવીની સૌથી આકર્ષક જોડીમાંની એક છે. ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ સિરિયલમાં તેમની જોડી બહુ હિટ હતી અને તેમાં તેમની લવ-હેટ રિલેશનશીપ હતી. સનાયા તેમાં ખુશીનું બહુ સાદું અને મધ્યમ વર્ગની યુવતીનું રમૂજી પાત્ર ભજવ્યું હતું જ્યારે બરુન અર્નવ રાયઝાદાનો રોલ કરતો હતો જે એક બિઝનેસ ટાયકૂન હતો અને પ્રેમમાં માનતો નહોતો. સિરિયલની વાર્તા મિલ્સ એન્ડ બૂનના રોમેન્સ જેવી હતી. આ જોડીના લાખો ચાહકો છે. 

Comments