કેશરસિંહ ગોળીયામાં મંદિરમાંથી ૧.૪૫ લાખના દાગીનાની ચોરી

લાખણી,તા.૧૬
લાખણીના કેશરસિંહ ગોળીયા ગામે આવેલ હિંગળાજ માતાજીના મંદિરમાં રવિવારની રાત્રીના સમયે પાછળના ભાગેથી વરંડો કૂદી મંદિરના દરવાજાનું તાળું તોડી હિંગળાજ માતાજીને પહેરાવેલા સોના-ચાંદીના દાગીના કિંમત રૂ. ૧.૪૫,૦૦૦ તેમજ દાનપેટી ઉઠાવી ગયા હતા.
કેશરસિંહ ગોળીયામાં હિંગળાજ માતાજીના મંદિરમાં રવિવારની રાત્રીથી સોમવારના સવાર સુધીમાં તસ્કરો મંદિરની પાછળના ભાગે આવેલ વરંડો કૂદી મંદિરના દરવાજાનું તાળું તોડી માતાજીને પહેરાવેલ તેમજ મંદિરમાં રહેલ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧,૪૫,૦૦૦ તેમજ મંદિરમાં રહેલ દાનપેટી ઉઠાવી ફરાર થઈ ગયા હતા. જેની જાણ થતાં મંદિરના પરિસરમાં મોટું ટોળું એકઠું થયું હતું. આ અંગે ગામના માધાભાઈ રાવતાભાઈ પટેલે આગથળા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોગ સ્કવોડ, તથા એફએસએલ વાહન તેમજ ફીંગર પ્રિન્ટ એક્સપર્ટ દ્વારા તપાસ હાથ ધરી હતી.
રણાસણા ગામે જોગણી માતાના મંદિરમાં રૂ.૭૮પ૦૦ના આભૂષણો અને રોકડ ચોરાઈ
ચાણસ્મા તાલુકાના રણાસણા ગામે આવેલ જોગણી માતાના મંદિરમાં તા.૧૪/૧૧/ર૦૧પ ની રાત્રીના સમયગાળા દરમ્યાન મંદિરના પ્રથમ અને બીજા દરવાજાના ભાગેથી તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી માતાજીની ચાંદીના દાગીના, ચાંદીના છત્તર, કંદોરો,પંચધાતુની અંબાજી માતાજીની ર્મૂિત અને દાન પેટીમાં રહેલ રૃા.૩૦,૦૦૦ રોકડ મળી કુલ રૃા.૭૮પ૦૦ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે મંદિરના પૂજારી આચાર્ય જયંતીભાઈ નટવરલાલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Comments