પાટણ એસ.ટી. ડેપોમાં બોમ્બ છે તેવો નનામો પત્ર મળી આવતા પોલીસ તપાસ હાથ ધરાઈ

પાટણ બસ ડેપોમાં ડેપો મેનેજરને ઉદ્દેશીને નનામું કવર મળવા પામ્યું હતું. જેને ખોલતા તેમાંથી એક પત્ર મળવા પામ્યો હતો. જેમાં પાટણ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આ બાબતની જાણ પોલીસ કંટ્રોલરૂમને કરતા બસ સ્ટેન્ડ ખાતે પોલીસનો કાફલો તેમજ બોમ્બ ડીસ્પોઝેબલ ટીમ આવી પહોંચી હતી અને બસ સ્ટેન્ડમાં સઘન તપાસ હાથ ધરી હતી. પરંતું કંઈ વાંધા જનક મળવા પામ્યું ન હતું. જેને લઈ લોકોએ હાશકારો લીધો હતો.
પાટણ એસ.ટી.ડેપોમાં સાંજના ચાર વાગ્યાના અરસામાં એક વ્યક્તિએ એસ.ટી. ડેપોના ટ્રાફીક કંટ્રોલરને કવર આપેલ જેના પર પાટણ એસ.ટી. ડેપો મેનેજર, પાટણ, રાજ્ય ગુજરાત લખેલ જે કવર ખોલતા તેમાંથી એક પત્ર મળી આવ્યો હતો. જેમાં આતંકવાદ જેહાદ સીમી લખેલ હતું અને બહુચરાજી મંદિરમાં બોમ્બ છે. સાથે સાથે પાલિતાણામાં આદેશ્વર દાદાને અને ડુંગરને બોમ્બથી ઉડાવી દઈએ છીએ ભાગ જાઓ સબ આતંકવાદ જેહાદ સીમી લખેલ હતું અને બીજા પત્રમાં રાજકોટ રેલ્વે સ્ટેશન પર બોમ્બ મુક્યો છે.
સાથે સાથે સુરેન્દ્રનગર અને વાંકાનેર રેલ્વે સ્ટેશન પર પણ બોમ્બ છે. મોરબી એસ
.ટી. ડેપો બપોર પછી બોમ્બથી ઉડાવી દઈશું અને પાટણ એસ.ટી. ડેપોમાં પણ બોમ્બ છે. આતંકવાદ તેવું લખેલ પત્ર મળતા ટ્રાફીક કંટ્રોલર અધિકારી એસ.ટી. ડેપો મેનેજરને આ પત્ર આપ્યો હતો અને તેઓએ પત્ર વાંચ્યા બાદ તાત્કાલીક પોલીસ કંટ્રોલ રૂમને આ બાબતની જાણ કરતા બોમ્બ ડીસ્પોઝલ ટીમ, એસ.ઓ.જી. ટીમ, એ ડીવીઝન પોલીસ કાફલો પાટણ એસ.ટી. ડેપો ખાતે તાત્કાલીક દોડી આવ્યો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી. પરંતું એસ.ટી. ડેપોમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળવા પામી ન હતી. જેના પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Comments