- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
અમદાવાદ, તા. ૧૬
પૂર્વ વિસ્તારમાંથી સૌથી વધુ કોર્પોરેટરો ચૂંટાય છતાં વિકાસના નામે અન્યાય
શહેરના પશ્ચિમ વિસ્તારોમાં વિકાસનો ધોધ, મોટા પ્રોજેક્ટોની લ્હાણી કરાઈ
પૂર્વ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, હોદ્દાની વહેંચણીમાં પણ અન્યાય
અમદાવાદ મ્યુનિ.ના શાસકો દ્વારા પશ્ચિમના વિસ્તારોને પોશ વિસ્તારો જેવી પ્રાથમિક સુવિધાઓ આપે છે પણ પૂર્વના વિસ્તારના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવા પડે છે પણ વાસ્તવિક સ્થિતિ એવી છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારોની સરખામણીએ પૂર્વ વિસ્તારોમાં વધુ મતદારો છે જેના લીધે પશ્ચિમ નહીં પણ પૂર્વના વિસ્તારોના મતદારો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોનું રાજ તે નક્કી કરશે. મ્યુનિ.ના કુલ ૪૮ વોર્ડ છે. શહેરના પશ્ચિમ વિસ્તારના ૧૮ વોર્ડ આવે છે જેમાં ૧૪,૧૯,૦૧૦ મતદારો ૭૨ કોર્પોરેટરો ચૂંટીને મોકલે છે. કોટ વિસ્તારના ચાર વોર્ડ છે જેમાં ૩.૪૩ લાખ મતદારો ૧૬ કોર્પોરેટરો જ ચૂંટે છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં ૨૬ વોર્ડ આવેલા છે જેમાં સૌથી વધુ ૨૨.૨૦ લાખ મતદારો ૧૦૪ કોર્પોરેટરો ચૂંટે છે. આમ માત્ર પૂર્વ વિસ્તારના તમામ વોર્ડમાં ચૂંટણી જીતીને પણ ભાજપ અને કોંગ્રેસ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સત્તા કબજે કરી શકે છે. કેમ કે,કોર્પોરેશનમાં બહુમતી માટે ૯૭ બેઠકો જોઇએ છે જેની સામે એકલા પૂર્વ વિસ્તારમાંથી જ ૧૦૪ કોર્પોરેટરો ચૂંટાઇને આવે છે. છેલ્લા બે દાયકાઓથી પૂર્વના વિસ્તારોને સૌથી વધુ અન્યાયનો સામનો કરવો પડયો છે. મોટા પ્રોજેકટ મળ્યા નથી.
મ્યુનિ.એ શહેરને છ ઝોનમાં વહેંચ્યું છે, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારોને પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં આવે છે. કોટ વિસ્તાર મધ્ય ઝોનમાં સમાવેશ થાય છે. જ્યારે પૂર્વના વિસ્તારોને દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોનમાં વહેંચાયેલા છે. શહેરના પશ્ચિમ વિસ્તારની સરખામણીએ પૂર્વ વિસ્તારોમાં વસ્તી વધુ છે જેથી ત્યાં વધુ વોર્ડ છે અને વધુ કોર્પોરેટરો ત્યાંથી ચૂંટાઇને આવે છે છતાં પણ પૂર્વ વિસ્તારની સમસ્યાઓ દૂર કરવામાં કોર્પોરેટરો રસ લેતા નથી. જેથી પૂર્વ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી, રોગચાળો, વરસાદી પાણી ભરાવવાની, ગેરકાયદે બાંધકામો, ટીપી સ્કીમોમાં ડ્રાફ્ટમાં વિલંબ, તૂટેલા રોડ સહિતના પાયાનો પ્રશ્નો યથાવત્ છે. બીજી તરફ પૂર્વ વિસ્તારોમાં મોટા વિકાસના પ્રોજેક્ટ આવ્યા નથી. પૂર્વમાં એકલા મણિનગર વિસ્તારમાં વિકાસનો વાયરો જોવા મળે છે કારણ કે, પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો વિધાનસભા મતક્ષેત્ર હોવાથી કાંકરિયા લેક ફ્રન્ટ, મલ્ટિ લેવલ ર્પાિકગ, વર્કિગ વુમન હોસ્ટેલ સહિતના મોટા પ્રોજેક્ટ મણિનગર વિધાનસભા ક્ષેત્રને મળ્યાં છે. જોકે, બીજી તરફ પૂર્વના વિસ્તારોને અન્યાય થયો છે. ખારીકટ કેનાલના વિકાસની વાતો ઠગારી નીવડી છે. આ સિવાય કેમિકલ એકમોને લીધે પ્રદૂષણ પણ સૌથી મોટી સમસ્યા છે. ડમ્પ સાઇટ પણ મોટી સમસ્યા છે. બીજી તરફ પશ્ચિમના વિસ્તારોમાં વધુ ખર્ચ થાય છે.
પૂર્વના વિસ્તારોને અન્યાય
1. પૂર્વના ગ્રીનબેલ્ટ વિસ્તારમાં ટીપી સ્કીમના ડ્રાફ્ટ લટકી પડયાં જેથી રોડ નેટવર્ક ઊભું થયં નથી
2. પૂર્વના નવા ભળેલા વિસ્તારોમાં રોડ, વોટર કે ડ્રેનેજ નેટવર્ક ઊભું થયું નથી
3. પૂર્વના વિસ્તારોની મ્યુનિ. શાળાઓમાં સરકારી ભોજન જ્યારે પશ્ચિમની શાળામાં વધુ સારું મેનુ
4. પૂર્વની આંગણવાડીઓમાં સરકારી ભોજન, પશ્ચિમની આંગણવાડીઓમાં વધુ સારુ મેનુ
5. પૂર્વની ખારીકટ કેનાલમાં ગંદકીના ઢગલા, કેમિકલયુક્ત પાણી ઠલવવાની સમસ્યા
6. પૂર્વમાં ગેરકાયદે ધમધમતા કેમિકલ એકમો, ગેસ ગળતરની ઘટનાઓનું જોખમ
7. પૂર્વના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો, જાહેર હેતુ માટે જમીન માટે ફાંફાં
8. પૂર્વની વર્ષો જૂની ૨,૦૦૦થી વધુ સોસાયટીઓમાં રોડ કપાતના નામે બાંધકામ તૂટવાની લટકતી તલવાર
9. પૂર્વ વિસ્તારમાં એકમાત્ર મણિનગર વિધાનસભામાં જ મોટા પ્રોજેક્ટ આવ્યા અન્ય વિસ્તારોમાં નહીં
10. પૂર્વ વિસ્તારમાં તૂટેલા રોડ, ગેરકાયદે પાણી-ડ્રેનેજના જોડાણથી પ્રદૂષિત પાણીની સમસ્યા
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment