- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ગાંધીનગર, શનિવાર
જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી માટે કુલ ૧૨૬ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આજે ઉમેદવારીપત્રોનું સ્ક્રુટીની કરવામાં આવતાં તેમાંથી ૫૦ ફોર્મ રદ થવા પામ્યા છે. અત્યારે ચુંટણી જંગમાં ૭૬ ઉમેદવારો દેખાય રહ્યા છે. આમછતાં ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ ૧૬ નવેમ્બર છે ત્યારે ચુંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે સ્ક્રુટીની બાદ જે ચિત્ર સામે આવ્યું છે તેમાં જિલ્લા પંચાયતની કુલ ૩૦ પૈકી ૧૯ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ રહેશે.
જિલ્લા પંચાયતની ચુંટણી આગામી ૨૯મીના રોજ યોજાનાર છે. જે માટેની ક્વાયત ચાલી રહી છે. પ્રાપ્ત વિગત મુજબ,ઉમેદવારીફોર્મની ચકાસણી કર્યા બાદ હાલના તબક્કે જિલ્લા પંચાયતની ગાંધીનગર તાલુકાની ૧૦ બેઠક પર ૨૬, કલોલ તાલુકાની ૭ બેઠક પર ૧૭, માણસા તાલુકાની ૬ બેઠક પર ૧૫ અને દહેગામ તાલુકાની ૭ બેઠક પર ૧૮ ઉમેદવારો હાલમાં રહેવા પામ્યા છે.
જેમાં સાત બેઠક પર ત્રિકોણીય જંગ રહ્યો છે. આ સાત બેઠકોમાં ચરાડા, છાલા, ચિલોડા(ડ), ડભોડા, ઝુંડાલ, સોજા તથા અમરાજીના મુવાડા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ બેઠક પર ચતુષ્કોણીય જંગ રહેશે. જેમાં પલિયડ, કુડાસણ તથા લોદરાનો સમાવેશ થાય છે. એક બહિયલ બેઠક પર પાંચ ઉમેદવારો વચ્ચે જંગ રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં રહેલા ઉમેદવારો
જિલ્લા પંચાયતની ૩૦ બેઠક
ગાંધીનગર તા.ની ૧૦ બેઠક પર ૨૬
દહેગામ તા.ની ૭ બેઠક પર ૧૮
માણસા તા.ની ૬ બેઠક પર ૧૫
કલોલ તા.ની ૭ બેઠક પર ૧૭
તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો
કલોલ તા.પં.ની ૨૮ બેઠક પર ૬૭
દહેગામ તા.પં.ની ૨૮ બેઠક પર ૬૭
માણસા તા.પં.ની ૨૪ બેઠક પર ૬૭
બે નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો
દહેગામ ન.પા.ની ૨૮ બેઠક પર ૭૦
કલોલ ન.પા.ની ૪૪ બેઠક પર ૧૧૬
- ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આખરી દિવસ ૧૬ નવેમ્બર છે. બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ ખેંચાયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉભા રહેલા અપક્ષ ઉમેદવારોને બેસાડવા માટે બેઉ પક્ષેથી પ્રયાસો શરૂ થશે. છેલ્લા બે દિવસ અપક્ષ ઉમેદવારોની જબરજસ્ત બોલબાલા રહેશે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment