હવે યુપીમાં પણ બિહાર જેવા 'મહાગઠબંધન'ની રચના થશે ?

બિહારમાં 'મહાગઠબંધન'ને મળેલી જોરદાર સફળતા બાદ હવે આવા જ મહાગઠબંધનની રચનાની હિલચાલ પાડોશી રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ થઇ રહી છે. જો કે આવી સંભાવના સાચી પડે તેમ જણાતું નથી. ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં પણ હવે બિહાર જેવા જ 'મહાગઠબંધન'ની ચર્ચા ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશમાં ભાજપને સત્તા હાંસલ કરતો રોકવા માટે રાજ્યના વિવિધ રાજકીય પક્ષોના સિનિયર
 નેતાઓએ એવી આશા વ્યક્ત કરી છે કે ભાજપને સત્તામાં આવતું રોકવા બિહાર જેવું કંઇક કે ગમે તે થવું જોઇએ. સત્તાધારી સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવ અને બહુજન સમાજપાર્ટીના તથા પૂર્વ મુખ્યમંત્રી માયાવતી વચ્ચે જો આવું કોઇ ગઠબંધન થાય તો આ શક્ય બની શકે તેમ છે.

બે વર્ષ પહેલાં મુલાયમસિંહે આ જ પ્રકારના ગઠબંધનની વાત કરી હતી પરંતુ બહેનજી (માયાવતી)એ મુલાયમની વાતને વાહિયાત ગણાવી હતી. પીઢ પત્રકાર રાજીવ રાજન ઝાએ કહ્યું હતું કે માયાવતી ભાગ્યે જ કોઇને માફ કરે છે અને તેઓ હજુ પણ ૧૯૯૪ ની ઘટનાને ભૂલ્યા નથી. જ્યારે કહેવાતા સપાના ટેકેદારોએ તેમની વચ્ચેનું ગઠબંધન તૂટી ગયા પછી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

માયાવતીની નજીકના લોકોનું કહેવું છે કે, માયાવતી અન્ય કોઇ પણ રાજકીય પક્ષો માટે ખૂલ્લું મન ધરાવે છે. પણ સમાજવાદી પાર્ટી માટે નહીં. માયાવતીના નજીકના મનાતા નસીમુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં બસપા કોઇપણ ગઠબંધનમાં સામેલ નહીં થાય હાલમાં પણ નહીં આને ભવિષ્યમાં પણ નહીં.

આવો જ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. લોકોએ ભાજપને દિલ્હીમાંથી અને હવે બિહારમાંથી હાંકી કાઢી છે. પણ અને હજુ એ નથી ભૂલ્યા કે સપાના સમર્થકોએ ૧૯૯૪ માં અમારા નેતા સાથે શું કર્યું હતું. તેમ કહેતાં બસપાના જનરલ સેક્રેટરીએ કહ્યું હતું કે ૨૦૧૭ માં બસપા એકલી જ વિધાનસભા ચૂંટણી લડશે.
રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અજીતસિંઘે પણ ઉત્તરપ્રદેશમાં આવા કોઇ મહાગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે અને કહ્યું હતું કે તેમનો પક્ષ યુપીમાં ૪૦૦ થી વધુ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

Comments