લોલાડા ગામે તસ્કરો યુનિયન બેંકનું એટીએમ ઉઠાવી ગયા

સમી, તા.૧૫
શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે ગત શનિવારના રોજ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને લોલાડા ગામે આવેલ યુનિયન બેંકના એટીએમને નિશાન બનાવ્યું હતું. હાલ બેંકમાં રજા હોવાથી એટીએમ રૂમનું શટર બંધ હતું તેમજ તેને તાળું મારેલ હતું. ત્યારે શનિવારના રોજ રાત્રીના બાર કલાકથી ત્રણ વાગ્યા સુધીના સમય વચ્ચે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને યુનિયન બેંકનું એટીએમ રૂમનું શટર તોડીને એટીએમ રૂમમાં ઘૂસીને આખું એટીએમ ઉઠાવી ગયા હતા. આ અંગે રવિવારના રોજ સવારે ગ્રામજનોને ખબર પડતાં લોલાડા ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ આ અંગે તુરત જ શંખેશ્વર પોલીસને જાણ કરવામાં આવતા શંખેશ્વર પોલીસ તેમજ પીએસઆઈ બી. વી. પટેલ અને રાધનપુર ડીવાયએસપી સજ્જનસિંહ પરમાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એટીએમ ચોરી અંગેની સમ
ગ્ર ઘટના વિશે જાણકારી મેળવી હતી તેમજ આ બાબતમાં ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી છે અને હાલ બેંકમાં રજા ચાલી રહેલ હોવાથી બેંક મેનેજર હાજર ન હોવાથી તેમને આ અંગે જાણ કરવામાં આવી છે. આથી બેંક મેનેજર આવ્યા બાદ જ એટીએમ મશીનમાં કેટલી રોકડ હતી તે અંગેની ખબર પડશે.

Comments