દુનાવાડા: પત્નીએ પતિને મારી લાકડી, ગડદાપાટુ માર અને કરી એવી હાલત કે....... વાંચો કંપારી છૂટે તેવો કિસ્સો

દુનાવાડા ગામમાં રહેતા ઠાકોર ગોપાળજી કલ્યાણજી જેઓ પોતાના ખેતરમાં રહેતા હોઈ તેઓની પત્નિ શબાબેન ગોપાળજી ઠાકોરે તેઓને કહેલ કે મને ખેતરોમાં ફાવતું નથી. તેમ કહી ગોપાળજી સાથે તેમની પત્નિએ ગાળા ગાળી કરી લાકડી અને ગડદાપાટુથી માર મારી તેઓના પિયર જતી રહી હતી. 

ત્યારબાદ ફોન કરીને કહ્યું કે તને તો હજુ ઘણો હેરાન કરવો છે અને હવે તને લાગ મળે તો જાનથી મારી નાંખવો છે તેવી મોબાઈલ ફોન પર ધમકી આપતા તેમજ ગોળપાજીના પત્નિને 

ઠાકોર ગાંડાજી પ્રતાપજી રહે.મુડાણા તા.સિધ્ધપુર જી.પાટણનાંઓ ચઢામણી કરતા હોઈ ઠાકોર ગોપાળજી કલ્યાણજીએ તેઓની પત્નિ તેમજ ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Comments