મોદીએ કર્યું જોરદાર ભાષણ, ISનો ખાત્મો નક્કી


પેરિસમાં આતંકવાદી હુમલા બાદ આતંકના ઓછાયા મધ્યે રવિવારથી તુર્કીમાં ૧૦મી જી-૨૦ સમિટનો પ્રારંભ થયો હતો. જી-૨૦ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંગઠનના નેતાઓની બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વે આતંકવાદ સામે એકજૂથ થવું જ જોઇએ. પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાને સમગ્ર વિશ્વ એક સૂરે વખોડી કાઢે છે. સમગ્ર માનવજાતે આતંકવાદ સામે એકજૂથ થવાની જરૃર છે. અમે પેરિસના હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. પેરિસના હુમલામાં આપણને આતંકવાદના વધતા પ્રભાવની અનુભૂતિ થાય છે. આતંકવાદ સામેની લડાઇમાં એકીકૃત વૈશ્વિક પ્રયાસોની આજે જેટલી જરૃર છે તેટલી અગાઉ ક્યારેય નહોતી. બ્રિક્સ દેશોની પણ આ પ્રાથમિકતા રહેશે.

દરમિયાન ફેબ્રુઆરી ૨૦૧૬થી ભારત બ્રિક્સ સંગઠનનું અધ્યક્ષપદ સંભાળશે ત્યારે આતંકવાદ સામેની લડાઇને પ્રાથમિકતા અપાશે. બેઠકમાં હાજર રહેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ ડિલ્મા રોસેફ, રશિયાના  રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે બ્રિક્સના અધ્યક્ષ તરીકે ભારતની થીમ જવાબદેહ, સર્વગ્રાહી અને સામૂહિક સમાધાનો અથવા તો ઉકેલો રહેશે.

રવિવારથી તુર્કીનાં બેલેક શહેર ખાતે જી-૨૦ સમિટનો પ્રારંભ થયો હતો. સમિટનું અધ્યક્ષપદ તુર્કીના રાષ્ટ્રપતિ આર. ટી. એર્દોગન સંભાળી રહ્યા છે. વડા પ્રધાન મોદી પણ આ બેઠકમાં આતંકવાદ સામેની લડાઇ પર ભાર મૂકશે.

ઇસ્લામિક સ્ટેટના સફાયા માટે અમેરિકાનો દૃઢ નિર્ધાર:  ઓબામા

ઇસ્લામિક સ્ટેટના ઉદય માટે જવાબદાર સીરિયાનાં ગૃહયુદ્ધનો અંત લાવવા અને આતંકવાદી સંગઠનના સફાયા માટે બમણા પ્રયાસો કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રતિજ્ઞાા લીધી હતી. જી-૨૦ સમિટના પ્રારંભે વિશ્વના નેતાઓને સંબોધન કરતાં બરાક ઓબામાએ જણાવ્યું હતું કે એક ઉપજાવી કાઢેલી વિચારધારાના આધારે નિર્દોષ લોકોની હત્યા એ ફ્રાન્સ અથવા તુર્કી પરનો હુમલો નથી પરંતુ સમગ્ર સભ્ય સમાજ પરનો હુમલો છે, અમે આ હુમલા માટે જવાબદાર લોકોને પાઠ ભણાવીશું.
Watch Video : Video

Comments