PM મોદીના સરકારી બંગલાની બહાર થયા ત્રણ રાઉન્ડ ફાયરિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોખંડી સુરક્ષાવાળા સરકારી બંગલા 7 રેસ કોર્સ રોડની નજીક બુધવારે મોડી રાતે ફારયિંગ પછી અફરાતફરી મચી ગઇ હતી. સૂત્રોનું કહેવું છે કે હાઇ સિક્યુરિટી ધરાવતા આ વિસ્તારમાં મોડી રાતે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછીની પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે એક પોલીસકર્મીની AK-47 રાયફલમાંથી ફાયરિંગ ભૂલથી થઇ ગયું હતું.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વડાપ્રધાનના સરકારી આવાસ 7આરસીઆર પાસે ઉભી રહેલી પીસીઆર વાન વિક્ટર 35માં હાજર પોલીસકર્મી દ્વારા ફાયરિંગ થયું હતું. એક પછી એક એમ ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને તાત્કાલિક ઘટના સ્થળ પર સિક્યુરિટી ઓફિર્સ પહોંચી ગયા હતા. આ ફાયરિંગમાં કોઇ પણ વ્યક્તિને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી. મીડિયા રિપોટર્સ પ્રમાણે એક પોલીસ ઓફિસ જણાવ્યું કે જ્યારે વિક્ટર 35માં ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અમરપાલ જાતે સેન્ટ્રલ પોલીસ કન્ટ્રોલ રૂમે ફોન કરીને જણાવ્યું કે પીસીઆરનો ચાર્જ લઇ રહ્યા હતા ત્યારે તેમની રાયફલમાંથી ભૂલથી ફાયરિંગ થઇ ગયું હતું.

આ ઘટના પછી તાત્કાલિક 7 સીઆરસી રોડને સિક્યોરિટી હેઠળ લેવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓ આ કેસને ખૂબ ગંભીરતાથી લઇને તપાસ કરી રહી છે. એવું પણ કહેવામાં આવે છે કે દોષિત પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરી શકાય છે.
 

Comments