T20 World Cup 2024 : આ 5 ખેલાડીઓએ ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો

 ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપ પર કબ્જો કરી લીધો છે. આ જીતમાં ભારત માટે કેટલાક ખેલાડીઓ હિરો બનીને સામે આવ્યા

જસપ્રીત બુમરાહ 
સૌપ્રથમ નામ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જસપ્રીત બુમરાહનું છે. બુમરાહની ઘાતક બોલિંગ સામે વિરોધી ટીમ ધ્વંસ્ત થતી જોવા મળી. બુમરાહે આ ટૂર્નામેન્ટમાં 8 મેચ રમી અને 15 વિકેટ ઝડપી. 

અર્શદીપ સિંહ 
બોલરોમાં અર્શદીપ સિંહે પણ કમાલ કર્યો. બુમરાહ સાથે તેણે ભારતીય બોલિંગની જવાબદારી સંભાળી અને ટૂર્નામેન્ટમાં બુમરાહ કરતાં વધુ વિકેટ લીધી અને 17 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા. 

હાર્દિક પંડ્યા 
જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહને સાથ આપનારાઓમાં હાર્દિક પંડ્યા પણ સામેલ હતો. હાર્દિકે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મધ્ય ઓવરોમાં બોલિંગની કમાન સંભાળી અને કોઈપણ મેચમાં બેટ્સમેનોને હાવી ન થવા દીધા. હાર્દિકે ટૂર્નામેન્ટમાં 11 વિકેટ ઝડપી.




રોહિત શર્મા 
બેટિંગમાં કેપ્ટન રોહિત શર્માએ ટીમ માટે ખાસ યોગદાન આપ્યું. રોહિતે મોટાભાગની મેચોમાં ટીમને મજબૂત શરૂઆત અપાવી. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં રોહિત શર્મા બીજા સ્થાને રહ્યોં. 

વિરાટ કોહલી 
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું પરંતુ તે એવા સમયે બોલ્યુ જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે 24 રન અને બાંગ્લાદેશ સામે 37 રનની ઇનિંગ રમી હતી, પરંતુ આ સિવાય તે ક્યારેય ડબલ ફિગરને પાર કરી શક્યો નહોતો.

T20 વર્લ્ડ કપની છેલ્લી મેચમાં કોહલીએ 76 રન બનાવીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.


Comments