- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
શ્રી 42 ગોળ ક્ષત્રિય ઠાકોર સમાજ - હારીજ દ્વારા કર્મચારી તથા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
હારીજ તાલુકા 42 ગોળ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજનું સ્નેહમિલન તથા કર્મચારી અને વિદ્યાર્થી સન્માન સમારોહનું ખુબ સુંદર આયોજન યોજાવા જઈ રહ્યું છે ત્યારે સમાજના યુવા પ્રમુખ શ્રી ચેહુજી બાબુજી ઠાકોર દ્વારા સમાજના સૌ વડીલો અને યુવામિત્રો ના મંતવ્યો લઈ આ સન્માન સમારોહ નું આયોજન કરી રહ્યા છે.સાથે સમાજની વાડી તથા ગેટનું ખાતમુહૂર્ત પણ રાખવામાં આવેલ છે તથા તથા તાજેતરમાં થયેલ સમાજના સમૂહલગ્નના હિસાબ ની પણ સમાજને માહિતી આપવાની હોવાથી સમાજના સૌ વડીલ અને યુવામિત્રોને સમાજના જાહેર કાર્યક્રમમાં સમસ્ત હારીજ તાલુકા ઠાકોર સમાજ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે.
થોડા સમય પહેલા જ ચેહુજી ઠાકોરની વરણી હારીજ ઠાકોર સમાજના પ્રમુખ તરીકે થઈ છે સામાજિક કાર્યકર્તા ચેહુજી ઠાકોર હારીજ તાલુકામાં યુવા આગેવાનની નામના ધરાવતા લોકપ્રિય વ્યક્તિ છે.
હારીજ તાલુકાના ઠાકોર સમાજના શિક્ષિત યુવાનો દ્વારા તથા સમાજના રાજકીય અને સેવાભાવી આગેવાનોના સાથ સહકારથી શ્રી સદારામ લાઈબ્રેરી ની પણ હારીજમાં શુભ શરૂઆત કરવામાં આવી હતી જે તાલુકામાં ખુબ જ પ્રસંશનીય અને સમાજના યુવાનો અને યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના હારીજ તાલુકો અને પ્રમુખશ્રી બચુજી ઠાકોર દ્વારા પણ શિક્ષણ અને વ્યસન મુક્તિ બાબતે પીપલાણા મુકામે હારીજ ઠાકોર સમાજના સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે હારીજ તાલુકામાં શિક્ષણ અને નોકરી બાબતે બદલાવ સાથે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે
તેના ફળ રૂપે તારીખ 16/02/2025, રવિવાર ના રોજ ઠાકોર સમાજની વાડી હારીજ ખાતે ફરી એકવાર ક્ષત્રિય ઠાકોર સમાજ હારીજના સરકારી કર્મચારી તથા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે.
કાર્યક્રમના અંતે સ્વરૂચી ભોજન સમારંભ પણ રાખવામાં આવેલ છે જેના દાતા પ્રમુખશ્રી ચેહુજી ઠાકોર બનેલ છે.
કર્મચારી / વિદ્યાર્થી રજીસ્ટ્રેશન ની જરૂરી માહિતી :
- ધોરણ 12 માં 2023 અને 2024 માં પાસ થયેલ વિદ્યાર્થીઓને સાયન્સ માં 65% થી ઉપર
- આર્ટ્સ અને કોમર્સ ના વિદ્યાર્થીઓને 75% થી ઉપર
- MSC માં 65% થી ઉપર
- BSC માં 65% થી ઉપર
- B.ed માં 75% થી ઉપર
- MBBS, BAMS તથા BHMS તમામ વિદ્યાર્થીઓ
- તથા દરેક સરકારી નોકરીમાં લાગેલ સરકારી કર્મચારી
જમા કરાવવાના ડોક્યુમેન્ટસ
- વિદ્યાર્થીઓ માટે : માર્કશીટ તથા આધારકાર્ડ
- સરકારી નોકરિયાત માટે : ઓર્ડર તથા આધારકાર્ડ
- નિવૃત કર્મચારી માટે : સર્ટી તથા આધારકાર્ડ
રજીસ્ટ્રેશન સંપર્ક કરવા માટે :
42 gol Thakor samaj harij
harij taluka thakor samaj
Sanman samaroh harij taluka
Thakor Samaj
Thakor Samaj Harij
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment