- Get link
- X
- Other Apps
સમર્થ સંત શ્રી પ્રાગદાસબાપા ગોદડીયા રામવાડી - ૧ અન્નક્ષેત્ર જુનાગઢ દ્વારા પોલીસ ભરતી ઉમેદવારો માટે નાસ્તાની તેમજ જમવાની વ્યવસ્થા કરાઈ
- Get link
- X
- Other Apps
નમસ્કાર, પ્રાદેશિક ગુજરાત સમાચાર બ્લોગમાં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે.
ગુજરાત માં હાલમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક માપદંડ પરીક્ષા ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાતના ખૂણે ખૂણે થી ગાંધીનગર આવતા ઉમેદવારો માટે પરમ પૂજય શ્રી પ્રાગદાસબાપા ગોદડીયા રામવાડી નંબર ૧ અન્નક્ષેત્ર, જૂનાગઢ તથા વેસ્ટર્ન એગ્રીસીડ્સ પ્રા.લિ. ગાંધીનગર દ્વારા ડી.એસ.પી. ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે નિઃશુલ્ક ચા - નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
.jpeg)
ડી.એસ.પી. ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે નિઃશુલ્ક ચા - નાસ્તા ની વ્યવસ્થા
વેસ્ટર્ન એગ્રીસીડ્સ અને વેસ્ટર્ન બાયો વેજીટેબલ કંપનીના માલિક અને રામવાડી અન્નક્ષેત્ર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી એન.પી. પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર ઉપરાંત જૂનાગઢમાં પણ પી.ટી.સી પોલીસ ગ્રાઉન્ડ જુનાગઢ ખાતે પોલીસ ભરતી શારીરિક કસોટી અર્થે આવેતા ઉમેદવારો માટે પણ જમવાની ખુબ જ સુંદર વ્યવસ્થા રામવાડી માં કરેલ છે.
ડી.એસ.પી. ગ્રાઉન્ડ ગાંધીનગર
વધુમાં શ્રી એન. પી. પટેલ સાહેબે જણાવ્યું હતું કે, શારીરિક કસોટી શુરુ થવાથી લઈ આજ રોજ ૧૩ મા દિવસે પીટીસી પોલીસ ગ્રાઉન્ડ જુનાગઢ ખાતે પોલીસ ભરતી તાલીમાર્થી અર્થે આવેલ ઉમેદવારોની સંખ્યા = ૮૪૨ ( આમ મળીને આજ દિન સુધી કુલ વિદ્યાર્થીઓ - ૮,૦૨૨ + ૮૪૨ = ૮,૮૬૪ ) વિદ્યાર્થીઓ માટેના હરિહર પ્રસાદની નિ:શુલ્ક વ્યવસ્થા શ્રી રામ વાડી નંબર - ૧ પરમ પૂજ્ય સમર્થ શ્રી પ્રાગદાસ બાપા ગોદડીયા રામવાડી ૧ અન્નક્ષેત્ર ટ્રસ્ટ જુનાગઢ તથા વેસ્ટર્ન એગ્રી સિડ્સ લિમિટેડ - ગાંધીનગરના સહયોગથી સેવા પૂરી પાડવામાં આવેલ હતી.
વિદ્યાર્થીઓ માટેના હરિહર પ્રસાદની નિ:શુલ્ક વ્યવસ્થા શ્રી રામ વાડી નંબર - ૧ પરમ પૂજ્ય સમર્થ શ્રી પ્રાગદાસ બાપા ગોદડીયા રામવાડી ૧ અન્નક્ષેત્ર ટ્રસ્ટ - જુનાગઢ
વધુમાં, શ્રી એન. પી. પટેલ સાહેબના વતન પાટણ જીલ્લા ના હારીજ તાલુકાના જુનામાંકા ગામે પરમ પૂજય શ્રી પ્રાગદાસબાપા ગોદડીયા રામવાડી નંબર ૨ આવેલી છે. જ્યાં ટ્રસ્ટની અનંત હર્ષ ભગવાનદાસ પટેલ નામની શૈક્ષણિક સંસ્થા - હાઇસ્કુલ પણ આવેલી છે. કોરોના કાળ પહેલા અત્યાર સુધીની સૌથી મોટી રામકથા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ૯ દિવસ સુધી કથાનું રસપાન કરાવ્યું હતું તેમજ ભજન ભોજન નો પણ સૌ ભક્તો એ આનંદ માણ્યો હતો.
પરમ પૂજય શ્રી પ્રાગદાસબાપા ગોદડીયા રામવાડી ૨ અન્નક્ષેત્ર ટ્રસ્ટ - જુનામાંકા રામમઢી
અવાર નવાર શુભ પ્રસંગે રામકથા, શ્રી રામ - હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, વાર- તહેવારે ભજન અને ભોજન સાથે સૌ ગામવાસીઓ સાથે ઉત્સવ મનાવે છે. તેમનું વતન જુનામાંકા તાલુકા માં સૌથી વધુ મંદિરો અને દેવસ્થાન ધરાવતું તેમજ આખુય ગામ ભક્તિમય છે. અને પ્રાગદાસ બાપા ગોદડીયા જેવા મહાનસંત ની તપોભૂમિ છે.
"આપો કટલો રોટલો તો હરી ધુકળો"
પરમ પૂજય સમર્થ સંત શ્રી પ્રાગદાસ બાપા ગોદડીયા
પૂજ્ય. મોરારીબાપુની રામકથા ૧૯૮૨ (જૂનામાંકા - રામવાડી)
Comments
Post a Comment