36 વર્ષના વિરાટ કોહલીનો આ કેચ પકડતો ફોટો જુવો...પછી તમને એક વાત કહું?

36 વર્ષના વિરાટ કોહલીનો આ કેચ પકડતો ફોટો જુવો...પછી તમને એક વાત કહું?


વિરાટની સદીઓ, એના રન, એની મેચ વિનિંગ ઇનિંગ વગરે તો ઘણી વાત થાય પણ આજની મેચમાં વિરાટે બે કેચ કર્યા એ સાથે એણે એક બીજો રસપ્રદ માઇલસ્ટોન એ પ્રાપ્ત કર્યો. એ રેકોર્ડ એવો કે ભારત તરફથી વન ડેમાં એ સૌથી વધુ કેચ પકડનારે પ્લેયર બન્યો છે.

અગાઉ આ રેકોર્ડ અજરુદ્દીનના નામે હતો. અજરૂદ્દીને 334 મેચમાં 156 કેચ પકડ્યા હતા. વિરાટે માત્ર 299 મેચમાં 158 કેચ પકડયા છે. આ બાબતે વિરાટ વિશ્વમાં ત્રીજા નંબરે છે. સૌથી પહેલા નંબરે જયવર્દને (448 મેચમાં 218કેચ) અને બીજા નંબરે પોંટિંગ (375 મેચમાં 160 કેચ) પછી આપણાં વિરાટભાઈ...

આ ખેલાડી માત્ર તોતિંગ રન જ નથી કરતો...પણ ફિલ્ડિંગમાં યઆજે છત્રીસ વર્ષની ઉંમરે એવું જ તન તોડે છે

સચિન પછી વિરાટ અને રોહિત તમામ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ના દિલમાં વસી ગયેલા છે.

દરેક ક્રિકેટ પ્રેમી ઈચ્છે છે કે આ બંને ખેલાડી દરેક મેચ માં સદી મારે....પણ થોડા સમય થી આ બંને ખેલાડી નું પરફોર્મન્સ થોડું બરાબર નહોતું પણ હવે ટ્રેન પાછી પટરી પર આવી ગઈ છે અને તે પણ ખરા સમયે....

આજની મેચ પછી લાગે છે કે વિરાટ તેના જુના અંદાજમાં પાછો આવી ગયો છે અને તેની ફિટનેસ આજે 36 વર્ષે પણ 20 વર્ષ જેવી જ છે.પાકિસ્તાન સામે જીત હમેશાં સ્પેશિયલ હોય છે તેમાં પણ વિરાટ ની 51 સદી થઈ તેથી આનંદ ડબલ થઈ ગયો...

રોહિત ને ફિટનેસ નો થોડા ઈસ્યુ છે તે હવે લાંબો સમય ક્રિઝ પર ઉભો રહી શકતો નથી તેનામાં ધીરજ રહેતી નથી બાકી જ્યારે તે રમતો હોય ત્યારે વિશ્વના બધા ખેલાડી કરતા તે ખતરનાક લાગે પણ હવે તેનામાં 100 બોલ રમવાની ધીરજ નથી....બાંગ્લાદેશ સામેની મેચમાં જ પાવર પ્લે ના 2 બોલ (9.4) બાકી હતા ત્યારે 6 મારવાના ચક્કરમાં તે આઉટ થયો જો તે ત્યારે 2 બોલ રમી લીધા હોત તો પછી સ્પિનર જ આવવાના હતા તેને તે આરામ રમી શકત અને 4-6 સિક્સ મારી શકત.
ખેર આજે તો આનંદ નો દિવસ .....

બીજા ખેલાડીઓ એ વિરાટની ફિટનેસ માથી શીખવું જોઈએ....

જો કે રોહિતમાં નેચરલ ટેલેન્ટ ગજબ...જ્યારે વિરાટે ટેલેન્ટ હાંસલ કરવામાં ખૂબ મહેનત કરી છે...બાકી તો બધા પ્લેયરનો કોઈવાર નબળો તબક્કો આવે...એની પોતે પણ જાળવે અને આપણે પણ જાળવીએ...

Comments