રાજલ મણિરાજ બારોટ ના લગ્નમાં રાકેશ બારોટે કર્યું કન્યાદાન જુઓ વિડીયો

 મામા સ્વ. મણિરાજ બારોટ ની દિકરી અને બહેન રાજલ બારોટ ના લગ્ન પ્રસંગમાં બાપ બનીને કન્યાદાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તો પણ બાપ તો બાપ હોય છે એની જગ્યા ક્યારેય કોઈ ના લઈ શકે!


 🙏 મણિરાજ બારોટનો ખાલીપો ક્યારેય ભરી નહિ શકાય 🙏 રાજલે પણ ત્રણેય બહેનોનો લગ્ન કરાવ્યા બાદ પોતાના લગ્ન કરી પિતાનું અધૂરું કામ પૂરું કર્યું છે રાજલ ને ખુબ ખુબ અભિનંદન 💐 રાજલનું લગ્ન જીવન પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ ભર્યું બને એવી શુભેચ્છાઓ 💐💐💐


લાડવાયી રાજલ…શ્રી મણિરાજ બારોટ વિશે તો બહુ લખાયું છે પણ આજે મારે મારી લાડકી વિશે કહેવું છે. 

આટલી નાની ઉંમરમાં તે એકલા હાથે જે રીતે ૩ બહેનોની જવાબદારી નિભાવી છે, 

સાથે પોતાના પરિવાર, કુટુંબ, સમાજ, સગા-સ્નેહી, સામાજિક તેમજ રાજકીય આગેવાનો સાથેનાં સંબંધો નિભાવ્યા છે 

એ બધું જ જોતા તને હંમેશા હું ‘હાવજ’ કહું છું. 

તારી હિંમતને વંદન…માતાજી તારી રક્ષા કરે, તને ખૂબ ખૂબ ખૂબ ખુશ રાખે અને દુનિયાની તમામ ખુશીઓ તને મળે.


ગુજરાત ના તમામ કલાકારો રાજલ મણીરાજ બારોટ ના લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી ખૂબ આશીર્વાદ આપ્યા હતા રાજ બારોટનું જેવું નામ હતું તેવું જ નામ રાજલ બારોટ એ જાળવી રાખ્યું છે.

અને સમગ્ર ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતમાં મણીરાજ બારોટની ખોટ રાજલ બારોટ એ ક્યારેય વર્તાવા દીધી નથી તથા સાથી કલાકારો પણ એટલો સાથ અને સહકાર આપ્યો હતો.

જે આપણને આ રાજલ ના લગ્ન માં દેખાઈ આવે છે તમામ કલાકાર મિત્રોનો પણ રાજલ બારોટ અને મણીરાજ બારોટના પરિવાર એ ખુબ ખુબ આભાર માન્યો હતો.






Comments