- Get link
- X
- Other Apps
પાટણ નું ગૌરવ (પ્રેરણા) : ઇન્ટરનેશનલ મેરેથોન રનર નિરમા ઠાકોરની ખેતી બેંકમાં મેનેજર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક
- Get link
- X
- Other Apps
મેરેથોન રનર નિરમબેન ઠાકોર ને ખેતીબેંક માં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી મેનેજર તરીકે ની નોકરી આપવામાં આવી.. એમના માતાપિતાને સન્માનિત કરવામાં આવ્યા..

મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ના પ્રયત્નોથી સહકારીતા વિભાગ ના સંકલનથી શક્ય બન્યું. 🌹🌹અભિનંદન..
GSCARDB : ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. દ્વારા ઇન્ડક્શન તાલીમ-આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી
- ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. દ્વારા આયોજન (GSCARDB)
- ઇન્ડક્શન તાલીમ સત્ર અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણીનું આયોજન કરાયું
- કર્મચારીઓ અને સમુદાય માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું
- મિસ નિર્મા ઠાકોરની ખેતી બેંકનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી
GSCARDB : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના (Amit Shah) વિકસિત અને સશક્ત ભારતના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. દ્વારા તેના કર્મચારીઓ અને સમુદાય માટે એક મહત્ત્વપૂર્ણ ઇન્ડક્શન તાલીમ સત્ર અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સત્રમાં સહકારી મંડળીઓનાં મહત્ત્વ, તેમના મૂળભૂત મૂલ્યો અને મહિલાઓ તથા યુવાનોને સશક્ત બનાવવામાં તેમની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મિસ નિર્મા ઠાકોરને (Miss Nirma Thakor) ખેતી બેંકનાં (GSCARDB) બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોન્ચ કરવાનું હતું. મિસ ઠાકોર, એક નાના ખેડૂતની પુત્રી અને દોડમાં અનેક સુવર્ણ ચંદ્રકો જીતી ચૂકેલા એક સફળ એથ્લીટ છે, જે સશક્તિકરણ અને ઉત્કૃષ્ટતાનું સાચું પ્રતીક છે. તેમની સિદ્ધિઓ આત્મનિર્ભર ભારતનાં વિઝનને પ્રતિબિંબિત કરે છે અને તે યુવાનો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ માટે તેમના સપનાઓ પૂરા કરવા અને રાષ્ટ્રીય ગૌરવમાં યોગદાન આપવા માટે પ્રેરણા તરીકે કામ કરશે.
બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, મિસ નિર્મા ઠાકોર (Miss Nirma Thakor) ગુજરાત ભરમાં સાક્ષરતા અભિયાનનું નેતૃત્વ કરશે, યુવાનોને એથ્લેટિક્સમાં ભાગ લેવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રોત્સાહિત કરશે. તેમના અભિયાનનો ઉદ્દેશ્ય યુવાનો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે પ્રેરિત કરવાનો છે જે તેમને તેમની ક્ષમતાઓ હાંસલ કરવામાં મદદ કરે છે. કાર્યક્રમ દરમિયાન મિસ નિર્મા ઠાકોરને એક વિશેષ બ્રાન્ડ એમ્બેસેડર કિટ આપવામાં આવી હતી, જેમાં બૂટ અને ટી-શર્ટનો સમાવેશ થાય છે, જે સહકારી મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને યુવાનો તથા મહિલાઓને સશક્ત બનાવવામાં તેમની ભૂમિકાનું પ્રતીક છે.
આ કાર્યક્રમમાં (GSCARDB) નવા ભરતી થયેલા કર્મચારીઓ, ખાસ કરીને વિકલાંગતા ધરાવતા લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમને સહકારી ક્ષેત્રમાં તેમના ઔપચારિક પ્રવેશનાં ભાગરૂપે ભરતી આદેશો આપવામાં આવ્યા હતા. આ ઇશારો બેંકની (Kheti Bank) સમાવેશ અને વિવિધતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
આ અવસર પર મુખ્ય અતિથિ જેઠાભાઈ ભરવાડ (Jethabhai Bharwad), ડેપ્યુટી સ્પીકર ગુજરાત વિધાનસભા, મયંકભાઈ નાયક, રાજ્યસભા સભ્ય, ડોલર કોટેચા, ચેરમેન, જીવનભાઈ આહિર, ઉપાધ્યક્ષ, ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ.ના નિયામકો તેમ જ NAFED ચેરમેન સહિત પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી મંડળીઓ, યુવા સશક્તિકરણ અને સહકારી ક્ષેત્રમાં મહિલાઓનાં મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો, જે "વિકસિત ભારત"ના વિઝનને સાકાર કરવા તરફનાં એક વધુ પગલાંને ચિહ્નિત કરે છે અને બધા માટે સામાજિક અને આર્થિક વિકાસ હાંસલ કરવાનાં માધ્યમ તરીકે સહકારી મંડળીઓને સમર્થન આપવા માટેની બેંકની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment