- Get link
- X
- Other Apps
ગેનીબેન ઠાકોરે : ડીસા તાલુકાના જોરાપુરા ગામના ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂત શ્રી બાબુજી ઠાકોરના ખેતરમાં જઈને મુલાકાત લીધી.
- Get link
- X
- Other Apps
જમીન ઓછી હોવા છતાં તેમણે ખેતરનો કોઈ પણ ટુકડો બિનઉપયોગી નથી રાખ્યો. એમના ખેતરમાં બધે જીવંતપણું અને પારંપરિક ખેતી પદ્ધતિઓની સાથે આધુનિકતાનું સમન્વય જોવા મળ્યું. આખો પરિવાર ખુશીથી ખેતીના કાર્યોમાં જોડાયો છે – સાચું અર્થમાં "પહેલું સુખ તે જાતે નર્યા" એ કહેવત અહીં સાર્થક થઈ રહી છે.
આજના સમયમાં કેન્સર, હાર્ટ એટેક અને અન્ય અનેક ગંભીર બીમારીઓનો મુખ્ય કારણ ખોરાકમાં રહેલા ઝેરીતત્ત્વો છે, જે રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ઉગાડવામાં આવતા ખાદ્ય વસ્તુઓમાં હોય છે. આ સ્થિતિમાં ઓર્ગેનિક ખેતી જ આપણા ભવિષ્ય માટે માર્ગદર્શક બની શકે છે.
આવા ખેડૂતોએ સમગ્ર સમાજ ને એક મજબૂત સંદેશ આપે છે. જરૂર છે કે સરકાર અને સમાજ બંને એમના સાથેથે ઊભા રહે.
રાજ્ય તથા કેન્દ્ર સરકારને નીચેના મુદ્દાઓ ને ધ્યાને લઈને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરે.
1. દરેક તાલુકામાં ઓર્ગેનિક ખેતી માટેના ઉત્પાદનનું પરીક્ષણ કરી શકાય તેવી લેબોરેટરીની વ્યવસ્થા થાય.
2. ઓર્ગેનિક ખેતી વિશે શીખવા ઇચ્છુક ખેડૂતોએ તાલીમ મેળવી શકે તે માટે તાલુકા સ્તરે તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવે.
3. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોએ સમૂહમાં વેચાણ કરી શકે તે માટે મંડળી બનાવી શકાય.
4. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓર્ગેનિક માર્કેટ શરૂ કરવા માટે સરકાર પ્રોત્સાહન આપે.
5. ખેડૂતો ને યોગ્ય ભાવ મળે અને ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગી સાધનો માટે સબસિડી મળે તેવી યોજના અમલમાં મૂકાય.
બાબુજી ઠાકોરને દિલથી અભિનંદન પાઠવું છું તેમજ ખેડૂત ભાઈઓને ઝેરીમુક્ત ખેતી તરફ આગળ વધવાની અપીલ કરું છું.
જય જવાન, જય કિસાન!
ગેનીબેન ઠાકોરે ફેસબુક મા આ પોસ્ટ કરેલ છે :https://www.facebook.com/share/p/1ApgW2JHUH/
Shivraj Singh Chouhan
Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment