મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ જેવી રિયલ કહાણી:ખેડાના લવાલ ગામના મહિપતસિંહ ચૌહાણે શિક્ષણ એજ કલ્યાણ સંકૂલમાં 100 બાળકોનો ઉછેર કર્યો

મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ જેવી રિયલ કહાણી:ખેડાના લવાલ ગામના મહિપતસિંહ ચૌહાણે શિક્ષણ એજ કલ્યાણ સંકૂલમાં 100 બાળકોનો ઉછેર કર્યો

નડિયાદ 3 વર્ષ પેહલા ખેડાના લવાલ ગામના મહિપતસિંહ ચૌહાણે શિક્ષણ એજ કલ્યાણ સંકૂલમાં 1000 બાળકોનો ઉછેર કર્યો|નડિયાદ,Nadiad - Divya Bhaskar

100 રૂપિયાના માતબર દાનથી શરુ થયેલું શિક્ષણ સંકુલ આજે આશરે 3 કરોડ રૂપિયાનું બન્યું

મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં જે રીતે અનિલ કપૂર અનાથ અને નિસહાય બાળકોને પોતાની પાસે રાખીને તેમનો ઉછેર કરે છે, જાતે ખવડાવે, રાખે અને ભણાવે એવો સાચો કિસ્સો ગુજરાતના ખેડા જિલ્લાના લવાલ ગામે છે. સર્વ સમાજ સેનાના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ લવાલ ગામે શિક્ષણ એજ કલ્યાણ સંકૂલમાં આ રીતે 1000 બાળકોનો ઉછેર કરી રહ્યા છે.

100 રૂપિયાના માતબર દાનથી શરુ કરવામાં આવ્યું શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં 4 માળની વિશાલ ઇમારત બનાવવામાં આવી છે. જેમાં સ્ટડી રૂમ, ડિનર હૉલ, સેમિનાર હૉલ, લાઈબ્રેરી, હોસ્ટેલ લિવિંગ રૂમ, સ્ટડી રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 100 રૂપિયાના માતબર દાનથી શરુ થયેલી આ શિક્ષણ સંકુલ બનાવવવાની સફળ આજે આશરે 3 કરોડ રૂપિયાનું સંકુલ બની ગયુ.

ઉદ્ઘાટન વખતે હિતેન કુમાર હાજર રહ્યા આ સંકૂલના ઉદ્ઘાટનમાં કોઇ રાજકીય કે સામાજિક વગદાર લોકોના નામ કે આમંત્રણ ન રાખી, એક શિક્ષક અને મિત્રોના હાથે સંકૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન વખતે ગુજરાતી સિનેમાના સ્ટાર હિતેન કુમાર જાતે આવી પહોંચ્યા હતા અને મહિપતસિંહના આ કામ માટે વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે હું છેલ્લા 1 વર્ષથી મહિપતસિંહની કામગીરી જોઈ રહ્યો હતો અને શિક્ષણ માટે ગુજરાતના એક ગામમાં કઈ સારું થઈ રહ્યું છે તે ઓબ્સર્વ કરી રહ્યો હતો.

બાળકો સાથે આખો દિવસ મહિપતસિંહ ઊભા હોય છે સંકૂલના ઉદઘાટન બાદ એડમિશનની શરૂઆત થઈ ત્યારે પ્રથમ બાળકથી લઈને અત્યાર સુધી કુલ 1000 જેટલા બાળકોને એડમિશન આપવામાં આવ્યું છે, જેમાં 50 બાળકોના માતપિતા નથી, 40 બાળકોમાં કોઈના પિતા તો કોઈના માતા નથી અને 10 બાળકો એવા છે જેના માતપિતા છે પણ એકદમ આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે. આવા બાળકોને આ સંકૂલમાં રાખવામા આવ્યા છે. આ બાળકો સાથે આખો દીવસ મહિપતસિંહ મિસ્ટર ઇન્ડિયાના અનિલ કપૂરની જેમ ઊભા હોય છે. સવારના નાસ્તાથી લઈને ભણવાનું હોય કે સમસ્યા મુદે સમાધાન, એક મોટાભાઈની જેમ બાળકો સાથે હાજર રહે છે. જમવાનું હોય તો બાળકો સાથે નીચે બેસીને જમવાનું અને રમત કરવાની હોય તો બાળક બનીને બાળકો જોડે રમવાનું.

હું પણ બાળકો સાથે રમત રમુ છું: મહિપતસિંહ ચૌહાણ બાળકોની દિવસની દિન ચર્યા વિષે મહિપતસિંહે જણાવ્યું કે, દિવસની શરૂઆત સવારે બાળકોને 6 વાગે ઉઠાડવામાં આવે, 7 વાગે 10 મિનિટ માટે ચર્ચા થાય કોઈ પણ એક વિષય ઉપર, 9 વાગે પ્રાથમિક બાળકોને નાસ્તો, 12.30 વાગે જમવાનું, 4,30 વાગે નાસ્તો- ચા, 7 વાગે રાત્રે જમવાનું, 8 વાગે ક્લાસ ચાલુ થાય જેમાં કોઈ પણ વિષય ઉપર ડિબેટ થાય ત્યારબાદ તેઓ તેમનું લેશન કરે અને 9.30 સુવા જાય. હું પણ બાળકો સાથે રમત રમુ , સિંગિંગ કોમ્પિટિશન થાય , મુલાકાતીઑ સાથે ચર્ચા ચાલુ હોય. આખા દિવસમાં ગમે ત્યારે એ ફ્રી હોય બાળક મારી જોડે રૂબરૂ આવીને રજૂઆત કરે અને ત્યારબાદ બાળકો સાથે સરળ ચર્ચા કરવામાં આવે.

મહિતપતસિંહનો આ બાબતે કોન્સેપ્ટ બહુ જ સારો છે: કલેકટર ખેડા જિલ્લા કલેકટરે કે એલ બચાણી જણાવ્યું કે, મેં જ્યારે મુલાકાત લીધી ત્યારે સંકૂલની શરૂઆત થઈ ન હતી. જે પ્રવૃત્તિ થઈ રહી છે એ ખૂબ જ સારી છે, શિક્ષણ માટેની પ્રવૃત્તિ સમાજ માટે સારી જ હોય છે, મહિતપતસિંહનો આ બાબતે કોન્સેપ્ટ બહુ જ સારો છે, ખાસ કરીને જોઇએ તો નીચેના તબકાના બાળકો માટે ખાસ ઉપયોગી છે. 


Comments