પાટણમાં સંઘ શિક્ષા વર્ગનું કોલેજ ગ્રાઉન્ડ ખાતે થયું સમાપન 17 મે થી ૩૧ મે ૧૫ દિવસ દરમિયાન ૩૬ જીલ્લાના ૨૫૧ શિક્ષાર્થીઓએ લીધું પ્રશિક્ષણ

 પાટણમાં સંઘ શિક્ષા વર્ગનું કોલેજ ગ્રાઉન્ડ ખાતે થયું સમાપન 

17 મે થી ૩૧ મે ૧૫ દિવસ દરમિયાન ૩૬ જીલ્લાના ૨૫૧ શિક્ષાર્થીઓએ લીધું પ્રશિક્ષણ

---------------------------------------

સંઘ રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્ર પ્રેમ શીખવે છે – શ્રી નારણભાઈ પટેલ 

-----------------------------------

નવા ભારતમાં નવી નારી શક્તિનું જાગરણ થયું પહેલા અહલ્યા અને અબક્કા હતી ત્યારે હવે સોફિયા કુરેશી અને વ્યોમિકા સીંઘ ભારતની ઉભરતી તાકાત – શ્રી નીમેશભાઈ પટેલ – પ્રાંત પ્રચારક 

-------------------------------------

“ઓપરેશન સિંદૂર” માં આ પેઢીએ નવા ભારતના સાહસ, શોર્ય, ગૌરવ અને વૈભવ જોયું છે – શ્રી નીમેશભાઈ પટેલ – પ્રાંત પ્રચારક 

--------------------------------------

સંઘ શિક્ષા વર્ગમાં શિક્ષાર્થીઓએ શારીરિક, બૌદ્ધિક, વ્યવસ્થા, સેવા, સંપર્ક અને પ્રચારનું પ્રશિક્ષણ મેળવ્યું – શ્રી ઇન્દ્રવદનભાઈ બારોટ – વર્ગ કાર્યવાહ 

-------------------------------------

શતાબ્દી વર્ષ નિમિતે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય જેવા પંચ પરિવર્તનને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રત્યેક ઘરે પહોંચાડશે – શ્રી ઇન્દ્રવદનભાઈ બારોટ – વર્ગ કાર્યવાહ 

----------------------------------



રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગુજરાત અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ દિ.૧૬/૦૫/૨૦૨૫, વૈશાખ વદ ચોથથી પાટણ નગરની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે થયો ત્યારે આજરોજ  આ વર્ગમાં કુલ ૧૦ વિભાગના ૩૬ જિલ્લામાંથી કુલ ૨૫૧ શિક્ષાર્થીઓ કુલ ૩૨ શિક્ષકો દ્વારા સંઘકાર્ય વિસ્તાર અને દૃઢીકરણ સાથે આ સંઘ શિક્ષા વર્ગના “સાર્વજનિક સમારોપ કાર્યક્રમ” નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કોલેજ કેમ્પસ ખાતે થયો. સંઘ શિક્ષા વર્ગના સમાપન શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં સમયના મહત્તમ અને અસરકારક ઉપયોગથી સ્વસ્થ અને સ્વદેશી જીવન પદ્ધતિના પાઠ અંગેનું પણ પ્રશિક્ષણ મેળવ્યા બાદ આજે શિસ્ત, સંયમ, અને વાધ્યો ના તાલે લયબદ્ધ રીતે નીયુધ્ધ, દંડ, યોગ, સમતાના પ્રયોગો પ્રદર્શિત કર્યા. ઘોષ દરમ્યાન  આનક, પ્રણવ, ઝલ્લરી, વંશી, શંખ અને ઘોષ-દંડ ની લય બદ્ધતા આકર્ષણનું કેન્દ્ર રહ્યા. આ પ્રસંગે કાર્યકરના અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી નારણભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાંપ્રત સમયમાં દેશમાં રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર પ્રેમને શીખવે છે. દેશમાં કોઈપણ આપત્તિ વખતે સંઘનો સ્વયં સેવક સમાજ સેવામાં તત્પર જોવા મળે છે. તેમણે ભારતની ઓળખ આપતા જણાવ્યું કે આજે પ્રત્યેક ગામના પાદરે ગામ, ગાય, બહેનો માટે ખપી જનારા પૂજાય છે. પરંતુ આજે પણ આ ભાવના નેશન ફર્સ્ટ ના પાઠ સંઘ શીખવી રહ્યું છે જે પ્રત્યક્ષ સમાજ વચ્ચે જોયું.

આ પ્રસંગે ગુજરાત પ્રાંત પ્રચારક શ્રી નિમેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજનો દિવસ અતિ મહત્વનો છે. આજના દિવસે મહારાણી અહલ્યાબાઈ હોલ્કરનો જન્મદિવસ છે. એક સામાન્ય પરિવારની દીકરી ઇન્દોર અને માળવા ની મહારાણી બની અને કાશી થી લઈ કન્યાકુમારી સુધી ધર્મની ધ્વજાઓ ફરકતી કરી અને માટે જ આજે પણ કહેવાય છે દેવી અહલ્યાબાઈ પુણ્યશ્લોકા અહલ્યા બાઈ . તેમણે સંઘ શિક્ષા વર્ગ દરમ્યાન સવારે ૪.૧૫ થી લઈ રાત્રે ૧૦.૩૦ સુધી સતત ૧૫ દિવસ સુધી ગુજરાતના ૩૬ જીલ્લાના ૨૫૧ શિક્ષાર્થીઓની તપસ્યાનું પ્રાત્યક્ષિક આજે સમાજ વચ્ચે મુકાયું છે ત્યારે પ્રત્યેક કુટુંબ પોતાના બાળકો થી લઈ યુવાનો સૌ કોઈ એક કલાક શાખા માટે આપશે તો ચોક્કસ નાગરિક કર્તવ્યના પાઠ શીખશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

તેમણે ઓપરેશન સિંદૂર માં નવા ભારતના દર્શન વિષે વાત કરતા જણાવ્યું કે ભારત હમેશા નારીશક્તિને વંદન કરતુ આવ્યું છે રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ અને પોર્ટુગીઝ સામે જંગે ચડનાર મહારાણી અબક્કાનો ઇતિહાસ સૌ જાણે છે પરંતુ નવા ભારતે સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંગની તાકાત પણ જોઈ 

આજે આ વર્ગમાં સામાન્ય પરિવારથી લઈ સંપન્ન પરિવારના સૌ કોઈ એક જ છત્ર નીચે શિક્ષા મેળવી છે જે રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા માટેની સાધના હતી. આજે શારીરિક અભ્યાસ, દંડ, નીયુધ્ધ, યોગ, લાઠી દાવ, કરાતે, એ કોઈ સામે ઉગામવા માટે નહિ પરંતુ સદૈવ સજ્જતા માટે છે. જેનાથી દેશની સુરક્ષા માટેની માનસિકતા શીખાય છે. બૌદ્ધિક કાર્યક્રમોમાં ગીત, અમૃત વચન એ વિચાર પાકો કરે છે. અહી પ્રત્યેક શબ્દ થી વિચાર શક્તિ ખીલે છે જે રાષ્ટ્ર્પેમ પ્રગટ કરે છે અને રાષ્ટ્ર પ્રથમ નો ભાવ જાગે છે. જેનાથી સેવાના ભાવ અને મનુષ્યની અંદર સંવેદના જાગે છે. સેવાની આ ભૂમિકા સંઘ શિક્ષા વર્ગમાંથી  આવે છે.

તેમણે સ્વામી વિવેકાનંદ ના ધ્યેય વાક્યને પણ યાદ કર્યું હતું ગર્વ સે કહો હમ હિંદુ હે તે વાક્ય આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ૧૦૦ વર્ષના કાર્ય બાદ આજે સંઘ શક્તિ કલિયુગે દેખાઈ રહ્યું છે. ૧૯૨૫ થી ડો હેડગેવારે ૨૫ યુવાનો થકી શરુ કરેલી શાખા આજે પાંચ પેઢી બાદ ૧૦૦ વર્ષ પુરા કરી રહી છે. ત્યારે તેના કાર્યો સાર્વજનિક રીતે વિશ્વ ભરમાં સ્વીકૃત બન્યા છે. 

તેમણે રામાયણ અને મહાભારતમાં જેમ રામ અને કૃષ્ણ એ પણ યુધ્ધને ટાળવા વાર્તાલાપનો મોકો છોડ્યો નહોતો તેઓ ભગવાન હોવા છતાં વાર્તાલાપ થકી યુધ્ધો ટાળવા પ્રયત્ન કરતા આજ સંસ્કાર ભારતમાં આજે છે જે ઓપરેશન સીન્દુરના સીઝફાયરમાં જોવા મળ્યું જેની નોધ સમગ્ર વિશ્વમાં લેવાઈ ભારત કોઈ મહાસત્તા નહિ પરંતુ વિશ્વગુરુ બનવા આગળ વધી રહ્યું છે.

તેમણે ભારતની આર્થિક ક્ષમતા માટે સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો સાથે સાથે બંધારણીય કર્તવ્યો જેવાકે નાગરિક ધર્મ પ્રત્યે પ્રત્યેક વ્યક્તિ સભાન બને તો ચોક્કસ ભારત ઉન્નત રાષ્ટ્ર બનશે 

આજના પ્રસંગે વર્ગ કાર્યવાહ શ્રી ઈન્દ્રવદનભાઈ બારોટે મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું કે, 

સંઘ શિક્ષા વર્ગમાં શિક્ષાર્થીઓ એ શારીરિક, બૌદ્ધિક, વ્યવસ્થા, સેવા, સંપર્ક અને પ્રચારનું પ્રશિક્ષણ મેળવ્યું છે સાથે સાથે સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય જેવા પંચ પરિવર્તનને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રત્યેક ઘરે પહોચાડશે જેમાં સ્વયં સેવકોની ભૂમિકા મહત્વની રહેશે.


Comments