- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા નાના મવા શાસ્ત્રીનગર (અજમેરા) બ્લોક
નં. બી-૧૩માં રહેતાં વિભાબેન પ્રફુલભાઇ સંચાણીયા (ઉ.૪૮)ના પતિ પ્રફુલભાઇ
સંચાણીયા સુથારી કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્રી ઇશા(ઉ.૨૩), કોમલ
(ઉ.૨૨) અને એક પુત્ર મિતેષ (ઉ.૧૮) છે. ઇશા પરિણીત છે જ્યારે કોમલ
બી.કોમમાં અને મિતેષ એન્જીનિયરીંગનો અભ્યાસ કરે છે.
વિભાબેન સાથે જ કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટર એ-૨૩માં રહેતાં તેમના નાના બહેન પુષ્પાબેન ગિરીશભાઇ ત્રાટીયા (ઉ.૪૫), બનેવી ગિરીશભાઇ મગનભાઇ ત્રાટીયા (ઉ.૪૮) અને ભાણેજ તારકેશ્વરી ગિરીશભાઇ ત્રાટીયા (ઉ.૨૧) પણ કાળનો કોળીયો બની ગયા છે. ગિરીશભાઇના પરિવારમાં હવે એક નાની દિકરી હેતલ (ઉ.૧૭) નોધારી થઇ ગઇ છે. હેતલને પણ સાથે આવવા માતા-પિતા અને બહેને આગ્રહ કર્યો હતો. પરંતુ તેણે પોતાની ઇચ્છા નહીં હોવાનું કહેતાં તેને લઇ જવાઇ નહોતી. તે નાના મવા શાસ્ત્રીનગરમાં માસી વિભાબેન સંચાણીયાને ત્યાં જ રોકાઇ હતી. આજે સવારે ઘટનાની જાણ થઇ ત્યારે તે માસીના ઘરે જ હતી. પરંતુ તેને માતા-પિતા-બહેન અને માસીના અકસ્માતમાં મૃત્યુ થયાની મોડી બપોર સુધી જાણ કરવામાં આવી નહોતી.

Comments
Post a Comment