- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
-ફ્રિડમ સિરીઝ : ભારતનો 7 વિકેટે પરાજય, ભારત 5/199, રોહિત 106, દ. આફ્રિકા 3/200, ડ્યુમિની 68*
ધર્મશાલા : ડીવિલિયર્સ તથા જેપી ડ્યુમિનીએ નોંધાવેલી અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલા ફ્રિડમ ક્રિકેટ સિરીઝના પ્રથમ ટ્વેન્ટી20 મુકાબલામાં ભારતને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. ભારતના પાંચ વિકેટે 199 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર સાઉથ આફ્રિકાએ બે બોલ બાકી રાખી ત્રણ વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ડ્યુમિનીએ સાત સિક્સર વડે 34 બોલમાં અણનમ 68 તથા બેહાર્ડિને 32 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવી હતી. ઓપનર અમલા (36) તથા ડીવિલિયર્સે પ્રથમ વિકેટ માટે 77 રનની ભાગીદારી સાથે સંગીન શરૂઆત કરી હતી. ડીવિલિયર્સે 32 બોલમાં 51 રન ફટકાર્યા હતા.
અગાઉ રોહિત શર્માએ કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને ભારતને સંગીન સ્કોર તરફ દોરી હતી. ધીમી શરૂઆત કર્યા બાદ શર્માએ કેટલાક આક્રમક શોટ્સ રમીને સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. ટી20માં રૈના બાદ સદી નોંધાવનાર તે ભારતનો માત્ર બીજો બેટ્સમેન બન્યો હતો. તેણે 66 બોલની ઇનિંગ્સમાં 12 બાઉન્ડ્રી તથા પાંચ સિક્સર વડે 106 રન બનાવ્યા હતા. ધવનના (3) રનઆઉટ થયા બાદ કોહલી અને શર્માએ બીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી નોંધાવી હતી.
શર્માએ પોતાના પ્રથમ 50 રન માટે 40 બોલ તથા બીજા 50 રન માટે માત્ર 22 બોલ રમ્યા હતા. કોહલીએ 27 બોલમાં 43 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે ટી20માં પોતાના 1000 રન પણ પૂરા કર્યા હતા. આ જોડી રમતી હતી ત્યારે ભારત 220ની આસપાસ પહોંચશે તેમ લાગતું હતું પરંતુ રૈના (14) તથા રાયડુ (0) ટૂંકા ગાળામાં આઉટ થતાં યજમાન ટીમનો રનરેટ ઘટી ગયો હતો. ધોનીએ અણનમ 20 રન ફટકારી ભારતને 200ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
અક્ષરની ખર્ચાળ ઓવરે બાજી પલટી
ડાબોડી સ્પિનર અક્ષર પટેલે નાખેલી 16મી ઓવરમાં ડ્યુમિનીએ છગ્ગાવાળી કરી ત્રણ સિક્સર વડે 22 રન ફટકારી દીધા હતા. આ સાથે પ્રવાસી ટીમ પરનું દબાણ ઓછું થઇ ગયું હતું. અક્ષરે ચાર ઓવરમાં 45 રન આપી દીધા હતા.
ટી-ટ્વેન્ટી: રોહિતની સદી છતાં ભારત હાર્યું
ધર્મશાલા ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-ટ્વેન્ટી મેચમાં ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ઝંઝાવાતી બેટિંગ કરીને 106 રન ફટકાર્યા હતા. ટી-ટ્વેન્ટી મેચમાં સદી નોંધાવનાર તે બીજો બેટ્સમેન બન્યો છે. આ અગાઉ સુરેશ રૈનાએ 101 રન નોંધાવ્યા હતા. શર્માએ 106 રન નોંધાવીને સૌથી વધુ રન નોંધાવવાનો વિક્રમ કર્યો છે.
106રન
66બોલ
12ચોગ્ગા
5છગ્ગા
66બોલ
12ચોગ્ગા
5છગ્ગા
ડી વિલિયર્સના 51 રન
ડી વિલિયર્સે શાનદાર પ્રદર્શન કરતા 39 બોલમાં 51 રન બનાવ્યા હતા. 51 રન બનાવી અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો હતો. અમલા 36 અને પ્લેસિસ 4 રને આઉટ થયા હતા.
BCCI દ્વારા ટોસ માટે ગાંધી જયંતીએ નવો સિક્કો જારી કરાયો
નવી દિલ્હી : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી ક્રિકેટ સિરીઝ માટે બીસીસીઆઇએ શુક્રવારે ગાંધી જયંતિના દિવસે ટોસ ઉછાળવા માટે નવો સિક્કો બહાર પાડ્યો હતો. બીસીસીઆઇના અનુસાર સોનાના આ સિક્કાની એક બાજુએ મહાત્મા ગાંધી તથા નેલ્સન મંડેલાનો ફોટો છે અને તેને હેડ્સ માનવામાં આવ્યો છે. બીજી તરફ ફ્રિડમ સિરીઝ અંકિત કરવામાં આવી છે અને તેને ટેલ્સ માનવામાં આવે છે.
આ શ્રેણી માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા 20 ગ્રામના ચાંદીના સિક્કા પર ગોલ્ડનું પ્લેટિંગ કરવામાં આવ્યું છે. પૂરી શ્રેણી દરમિયાન તમામ ફોર્મેટની મેચોમાં આ સિક્કાનો ઉપયોગ કરવામાં આવશે. બીસીસીઆઇના સેક્રેટરી અનુરાગ ઠાકુરે બંને ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોની તથા ફાફ ડુ પ્લેસિસની હાજરીમાં શુક્રવારે પ્રથમ ટ્વેન્ટી20 મેચ પહેલાં આ સિક્કાનું અનાવરણ કર્યો હતો. ઠાકુરે જણાવ્યું હતું કે બંને દેશોએ એક જ સરખો સંઘર્ષ કરીને આઝાદી હાંસલ કરી છે. મહાત્મા ગાંધી તથા મંડેલાએ વિશ્વ સામે સાબિત કરી આપ્યું છે કે અહિંસાના માર્ગે ચાલીને પણ સ્વતંત્રતા મેળવી શકાય છે. સિક્કો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીક છે.
બન્ને ટીમો આ પ્રકારે છે
ભારત : મહેન્દ્રસિંહ ધોની (સુકાની), શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, આર. અશ્વિન, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહિત શર્મા, શ્રીનાથ અરવિંદ.
સાઉથ આફ્રિકા : ફાફ ડુ પ્લેસિસ (સુકાની), ફરહાન બેહાર્ડિન, હાશિમ અમલા, એબી ડીવિલિયર્સ, જેપી ડ્યુમિની, ડેવિડ મિલર, કેયલ એબોટ્ટ, મર્ચન્ટ ડી લેંગે, ઇમરાન તાહિર,
,ક્રિસ મોરિસ, કાગિસો રબાડા.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment