- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
- સુરતમાં પાટીદારનું ‘પીપલી લાઇવ’ વિપુલ હવે આત્મહત્યા નહિ કરે
સુરત: અાત્મહત્યાની ચીમકી આપનારા પાટીદાર યુવક વિપુલ દેસાઈએ આત્મહત્યાના વિચાર પર હાલ બ્રેક મારી દીધો છે. પાટીદાર સમાજના વાલીમંડળે પોલીસ સાથે બેઠક કરી હતી, તેમાં વિપુલે જે બે માગણી કરી હતી, તે બંને કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરવા માટેનું આશ્વાસન આપતાં આત્મહત્યા નહિ કરવાનું શુક્રવારે મોડી સાંજે જાહેર કર્યું હતું. આ સાથે ‘પીપલી લાઇવ’ ફિલ્મમાં જે રીતે ‘નથ્થા અબ નહીં મરેગા...’ જેવી ચર્ચા દર્શાવાઈ હતી, તે રીતે પાટીદારોમાં જ ‘વિપુલ અબ નહીં મરેગા’ તેવી રમૂજ પણ વહેતી થઈ હતી. વિપુલે કહ્યું હતું કે, પોલીસ અધિકારી કે.એન. ડામોરે અમારા પાટીદાર વાલીમંડળને બોલાવ્યા હતા. ત્યાર બાદ ડામોરે આશ્વાસનને લીધે વાલીમંડળે વિપુરને આત્મહત્યાની તજવીજ મોકૂફ રાખવા માટેની અપીલ કરી હતી.
- પોલીસે માગણી સ્વીકારતાં સુરતના યુવકે આપઘાતનો નિર્ણય પડતો મૂક્યો
બહુચરાજી: પાટીદાર મૃતકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી
પેકેજ સામે લોલીપોપ વિતરણ યથાવત્
વંથલીના સાંતલપુર ગામે મહિલાઓએ થાળીઓ ખખડાવી અનામતની માગ સાથે સરકારે જાહેર કરેલા પેકેજના વિરોધમાં લોલીપોપનું વિતરણ કર્યું હતું. જ્યારે આંદોલનને માળિયા-મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ટેકો જાહેર કરીને સરકારના પેકેજનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. મેંદરડામાં પણ લોલીપોપ વિતરણ કરાશે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment