- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
વલસાડ : કલેકટરને લાકડાની ફ્રેમમાં જડેલું આવેદનપત્ર સુપ્રત કરનાર આરતી જયંતીભાઇ સિનોજીયા ખુદ અનામત પ્રથાનો ભોગ બની છે. રેલી અગાઉ સમાજના હોલ ખાતે ભરચક જનમેદની વચ્ચે અનામતને પગલે આરતી સિનોજીયાએ તેને થયેલા અન્યાયને ઉજાગર કરતી વાસ્તવિક ઘટનાને નાટકીય રૂપ સાથે રજૂ કરી હતી. આરતી સિનોજીયાને વર્ષ ૨૦૧૫ની પરીક્ષામાં ૯૧ ટકા માર્કસ આવ્યા હોવા છતાં સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી શક્યો નહીં. જ્યારે તેની સાથે ભણતી અન્ય સમાજની બે વિર્દ્યાથિનીઓને અનુક્રમે ૫૫ અને ૫૬ ટકા માર્કસ આવ્યો છતાં પ્રવેશ મળી ગયો હતો. પેમેન્ટ સીટ માટે ૩૦થી ૪૦ લાખ ખર્ચવાની પિતાની તાકાત ન હોય, મેડિકલમાં પ્રવેશથી વંચિત રહી ગયેલી આરતી હાલ એસ.એસ. અગ્રવાલ કોલેજ ઓફ ર્નિંસગ-નવસારી ખાતે પેરામેડિકલનો અભ્યાસ કરી રહી છે. નાટકરૂપે આ વાસ્તવિક ઘટના રજૂ કરતી વેળા આરતી રીતસર રડી પડતા, ત્યાં હાજર હજારો લોકોની આંખો પણ ભીની બની હતી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment