- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
એ. એવોર્ડ પરત કરનારા પ્રત્યે કડક વલણ દાખવીને તેમણે કહ્યું કે એવોર્ડ પરત કરનારાઓએ એવોર્ડની કદર કરવી જોઈએ.
નેશનલ પ્રેસ ડે પર આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપતા રાષ્ટ્રપતિએ પ્રેસ કાઉન્સિલ તરફથી આ વર્ષે નેશનલ એવોર્ડ મેળવનારા પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટ્સને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું કે આ એવોર્ડ તેમની સખત મહેનતનું પરિણામ છે અને તેના દ્વારા લોકોને તેમના ટેલેન્ટની ઓળખ થશે. એવોર્ડ મેળવનારા લોકોને તેની કદર સમજવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે દેશના બંધારણમાં આ મામલે અનેક મહત્વની જોગવાઈ છે જેનું પાલન થવું જોઈએ અને સમાજમાં સંતુલન રાખવાની કોશિશ થવી જોઈએ.
રાષ્ટ્રપતિએ વધુમાં એમ પણ કહ્યું કે કોઈની ભાવનાઓ સાથે રમત કરવી અને પ્રહાર કરવો એ યોગ્ય નથી. અભિવ્યક્તિની આઝાદીને લઈને વિવાદ ઊભો થયો છે તેના પર ખરેખર ચર્ચાની જરૂર છે. એવોર્ડને સંભાળીને રાખવા અને તેનું સન્માન કરવું જોઈએ.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment