- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
પાલિકાની ચૂંટણીને આડે માંડ સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ પર જાહેર સભાને સંબોધતા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે વીસ વર્ષમાં ભાજપે સુરત શહેરની કાયાપલટ કરી નાખી છે. સુરતનો વિકાસ આંખે ઊડીને વળગે તેવો છે. ભાઇબીજમાં ભાઇ બહેનના ઘરે જાય છે. આજે બહેન સામે ચાલીને આવી છે. સુરતમાં જંગી મતદાન કરી ભાજપને જ્વલંત સફળતા અપાવો તેવી મારી લાગણી અને માંગણી છે.
જેણે વીસ વર્ષ પહેલાનું સુરત અને આજનું સુરત જોયું હોય તેને જ વિકાસ કોને કહેવાય તેની
ખબર પડે
વીસ વર્ષથી નાની વયના યુવાનોએ આંદોલનો કે કરફયુ જોયા નથી કે આ પેઢીએ જેલવાસ ભોગવ્યો નથી
મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે વીસ વર્ષ પહેલા સુરત કે ગુજરાતમાં શું સ્થિતિ હતી ? જેણે વીસ વર્ષ પહેલાનું સુરત જોયું હોય તેને જ ખબર પડે કે વિકાસ કોને કહેવાય. જેમની ઉંમર ૨૫ વર્ષથી વધારે છે એમણે સુરતનો વિકાસ જોયો છે. જેમની ઉમર વીસ વર્ષ કરતા નાની છે તેમણે ભૂતકાળનું સુરત કેવું હતું તેની ખબર નથી. તેમણે તો પાછલા વીસ વર્ષનું જ સુરત અને ગુજરાત જોયું છે. આ પેઢીએ આંદોલનો પણ જોયા નથી કે કરફયુ પણ જોયો નથી. આ પેઢીએ જેલવાસ પણ ભોગવ્યો નથી, જેને આ બેનો તફાવત ખબર છે તેઓ ભાજપ શાસનના વખાણ કરતા થાકતા નથી. લોકોને હવે વિકાસની ભૂખ જાગી છે.
ગુજરાતમાં સ્થિર સરકારનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે અનેક પ્રજાલક્ષી યોજનાઓને કારણે લાખો લોકોને લાભ મળ્યો છે. આ સંવેદનશીલ સરકાર છે. બાળક જન્મીને ત્રણ મહિનામાં મૃત્યુ પામે એવું શા માટે થવું જોઇએ એનો વિચાર પણ આ સરકાર કરે છે. ભાજપના કોર્પોરેટરો ચૂંટાયા પછી ઘરે ઘર ફરી સરકારની યોજના લોકો સુધી લઇ જશે. કોંગ્રેસની સરકારમાં બેઠેલા મંત્રીઓને કયારેય વિચાર સુદ્ધાં આવ્યો નહોતો કે મહાનગરોના વિકાસ માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ આપવી જોઇએ. છેલ્લા ૧૪ વર્ષમાં ગુજરાત સરકારે આપેલા કરોડો રૃપિયામાંથી શહેરોમાં વિકાસના કામો સાકાર થયા છે. ગુજરાતમાં એક પણ ગામ એવું નથી જ્યાં પાકા રસ્તા નહીં હોય કે એક પણ ગામ એવું નથી જ્યાં વીજળી નહીં હોય. આને વિકાસ કહેવાય એમ કહી તેમણે પાલિકા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા લોકોને હાકલ કરી હતી.

Comments
Post a Comment